નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાત્રે એક ટ્વિટ કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે લખ્યું, આ રવિવારે સોશિયલ મીડિયા પરથી હટવાનું વિચારી રહ્યો છું. જેના અંગે આગળ તમને જણાવીશ.


પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, આ રવિવારે હું સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યૂ-ટ્યુબ પરથી હટવાનું વિચારી રહ્યો છું. આ અંગે તમને જણાવીશ. રવિવારે 8 માર્ચ છે અને આ દિવસને વિશ્વ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે.


સોશિયલ મીડિયા પર મોદીના કેટલા છે ફોલોઅર્સ ?

ટ્વિટર પર પીએમ મોદી વિશ્વના બીજા સૌથી વધારે ફોલો કરવામાં આવતા નેતા છે. ટ્વિટર પર પીએમ મોદીની 53.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુક પર 4.47 કરોડથી વધારે લોકો તેમને ફોલો કરે છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર 35.2 મિલિયન અને યૂ-ટ્યૂબ પર 4.5 મિલિયન સબ્સક્રાઈબર્સ છે.

પીએમ મોદીની આ જાહેરાત બાદ સવાલ ઉઠાવવા લાગ્યા છે કે શું મોદી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાથી પરેશાન છે ? એવી પણ અટકળો છે કે મોદીએ સોશિયલ મીડિયા પર થતા પ્રહારથી પરેશાન થઈ આવો ફેંસલો લીધો હોઈ શકે છે.

સોશિયલ મીડિયા નહીં નફરત છોડોઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીના ટ્વિટ પર જવાબ આપ્યો હતો. તેમણે મોદીના ટ્વિટનો સ્નેપ શોટ લઈને કહ્યું તમે સોશિયલ મીડિયા નહીં નફરત છોડો.


કોરોના વાયરસના કારણે પેરિસ નહીં જાય દીપિકા પાદુકોણ, ફેશન શોમાં લેવાની હતી ભાગ

ગુજરાત મહિલા કોંગ્રેસનું પ્રદેશ માળખું થયું જાહેર, જાણો કોને-કોને મળ્યું સ્થાન, જુઓ લિસ્ટ