નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યે 24મી વાર દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ કર્યુ હતું.
-મન કી બાત કાર્યક્રમ આરોપ-પ્રત્યારોપનો અને રાજકીય કાર્યક્રમ ન બનવો જોઈએ. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે પોતાની ફરિયાદો અને પ્રશ્નો મને મોકલ્યા છે.
-પેરાઓલંપિકમાં મેડલ જીતનારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
-સાથે જ પીએમએ 2જી ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા માટે આહ્વાહન કર્યુ હતું.
-સ્વચ્છ ભારત અભિયાનનો પ્રોગ્રેસ 1969 નંબર જાણી શકાશે તે અંગે માહિતી આપી
-ઉરીના હુમલાખોરોને છોડવામાં નહિ આવે.
-અમને ભારતીય સેના પર પૂરો વિશ્વાસ અને ગર્વ છે.
-કહ્યું- બોલતી નથી સેના પરાક્રમ કરે છે.
-પીએમ મોદીએ ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી
આ કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ દરેક વખતની જેમ આ વખતે પણ લોકો પોસે મન કી બાતને લઈને અભિપ્રાય માંગ્યા હતા. તેના જવાબમાં અમુક લોકોએ ઉરી હુમલા વિશે વાત કરવાની વાત કરી છે. જો કે ઉરી ઉપરાંત દેશના આંતરિક પ્રશ્નો જેમ કે કાવેરી જળ વિવાદ અંગે પણ પીએમ વાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે નરેંદ્ર મોદીના મન કી વાત કાર્યકમને 2 વર્ષ પૂરાં થશે.