નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ છે. તેઓ પોતાનો જન્મદિવસ વારાણસીમાં મનાવશે. રિટર્ન ગિફ્ટમાં વડાપ્રધાન લગભગ 600 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી વારાણસીના નરઉર ગામમાં પહોંચશે જ્યાં પ્રાથમિક વિદ્યાલયમાં બાળકો સાથે મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરશે.
નરઉરના આ પ્રાથમિક વિદ્યાલયમાં સ્માર્ટ રૂમ શરૂ કરશે. આ બાળકો સાથે વડાપ્રધાન પોતાનો જન્મદિવસ ઉજવશે. વડાપ્રધાન ચાર વર્ષમાં પોતાના મતવિસ્તારની 14મી વખત મુલાકાત લેશે.
વડાપ્રધાન જે યોજનાઓનું ઉદ્ધાટન કરશે તેમાં જૂની કાશી માટે ઇન્ટીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ અને બીએચયૂમાં અટલ ઇન્ક્યૂબેશન સેન્ટર સામેલ છે. તે સિવાય વડાપ્રધાન બીએચયૂમાં રિઝનલ ઓપ્થેલ્મોલોજી સેન્ટરનો શિલાન્યાય કરશે. વડાપ્રધાન મોદી અહી એક સભા સંબોધી શકે છે અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજન પણ કરશે.