નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રવિવારે પ્રથમ અંતરરાષ્ટ્રીય કૃષિ જૈવ વિવિધતા સંમ્મેલનનું ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું ભારત જૈવ-કૃષિ વિવિધતાનો ભંડાર છે. કૃષિ જૈવ વિવિધતા મામલે ભારત ખૂબ જ સમૃધ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે હવે આપણે જૈવ-કૃષિ સંરક્ષણ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. એગ્રીકલ્ચરમાં કલ્ચરનું મહત્વનું યોગદાન છે. એગ્રીકલ્ચરના સતત વિકાસ માટે સંસ્કૃતિ અને પરંપરાનું યોગદાન જરૂરી છે. 50થી વધુ પ્રજાતિઓ દરરોજ ખત્મ થઈ રહી છે.
દુનિયાને સાથે મળી વિલૂપ્ત થઈ રહેલી પ્રજાતિઓને બચાવવી પડશે. પીએમએ કહ્યું દરેક દેશ બીજા દેશ પાસેથી કંઈકને કંઈક શીખતું હોય છે, આ પ્રકિયા શરૂ રહેવી જોઈએ. આજે આપણે એ પ્રકારના આઈડિયાની શોધ કરવાની જરૂર છે જેથી લોકોની આવશ્યક્તા પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર કરી શકીએ. જૈવ વિવિધતામાં 60 દેશોના 900 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સંમ્મેલનમાં પ્રતિનિધીઓ જીન સંશોધનો પર વિચાર વિમર્શ કરશે. 9 નવેંબર સુધી ચાલનારા આ સંમેલ્લનને ઈંડિયન સોસાયટી ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સજ એંડ બાયોડાયવર્સિટી ઈંટરનેશનલ દ્વારા આયોજીત કરવામાં આવ્યું છે. જે સીજીઆઈએઆર શોધ મુખ્ય કેંદ્ર છે. જેનું મુખ્યાલય ઈટલીના રોમમાં છે.