Popular World Leaders: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનેસ જેવા નેતાઓને પાછળ છોડીને તેમણે આ સિદ્ધિ મેળવી છે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક મંજૂરી રેટિંગ મુજબ, પીએમ મોદીને 75% લોકો પસંદ કરે છે.


 






વયસ્ક નાગરિકો મત આપે છે


મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ 'લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ્સ' 17 થી 23 ઓગસ્ટ, 2022 સુધીના ડેટા પર આધારિત છે. આ રિપોર્ટમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા નંબર પર રહ્યા. જેને 63% લોકોએ મત આપ્યા હતા. ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનેસ રહ્યા હતા, જેમને 58% લોકોએ પસંદ કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ દરેક દેશમાં 7 દિવસ સુધી ચાલે છે. આમાં, પુખ્ત નાગરિકો પાસેથી મત લેવામાં આવે છે, જેમાં નમૂનાઓ અલગ અલગ હોય છે.


વિશ્વના સૌથી લોકપ્રિય નેતા



  • નરેન્દ્ર મોદી (ભારત) - 75%

  • આંદ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર (મેક્સિકો) - 63%

  • એન્થોની અલ્બેનેસ (ઓસ્ટ્રેલિયા) - 58%

  • મારિયો ડ્રેગી (ઇટાલી) - 54%

  • ઇગ્નાઝિયો કેસિસ (સ્વિટ્ઝરલેન્ડ) - 52%

  • મેગ્ડેલેના એન્ડરસન (સ્વીડન) - 50%

  • એલેક્ઝાન્ડર ડી ક્રુ (બેલ્જિયમ) - 43%

  • જાયર બોલ્સોનારો (બ્રાઝિલ) - 42%


આ પહેલા પણ નંબર 1 રહી ચૂક્યા છે


તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદીને સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હોય. આ અગાઉ પીએમ મોદી મે 2020માં 84% લોકપ્રિયતા સાથે ટોચ પર હતા. સપ્ટેમ્બર 2021 માં, પીએમ મોદીને ફરીથી સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય નેતાનો દરજ્જો મળ્યો અને આ વર્ષે 13 થી 19 જાન્યુઆરીના અઠવાડિયામાં, પીએમ મોદી 71% લોકોની પસંદગી સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા હતા.


આ પણ વાંચો


Venus Transit 2022: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, આ રાશિના જાતકને રહેવું પડશે સાવધાન, થઇ શકે છે માનહાનિ


Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ


Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ


Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ


Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો