નવી દિલ્હીઃ લાંબા સમયથી એઇમ્સમાં સારવાર લઇ રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની તબિયત ખરાબ થઇ ગઇ છે. જાણકારી અનુસાર, વાજપેઇને છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે બુધવારે એઇમ્સના નિર્દેશકે વડાપ્રધાન મોદીને વાજપેઇની તબિયતની જાણકારી આપી હતી ત્યારબાદ વડાપ્રધાન મોદી અટલ બિહારી વાજપેઇને મળવા માટે એઇમ્સ પહોંચ્યા હતા.

એઇમ્સના અનુભવી ડોક્ટરોની ટીમ વાજપેઇની સારવાર કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી વાજપેઇ યુટીઆઇ ઇન્ફેક્શન, લોવર રેસ્પિરેટરી ટ્રૈક્ટ ઇન્ફેક્શન અને કિડની સંબંધિત બિમારીઓને કારણે દિલ્હીની એઇમ્સમાં સારવાર છે. તેમની હાલત નાજુક બનેલી છે. જોકે, એઇમ્સ સતાવાળાઓ અનુસાર, વાજપેઇની સ્વાસ્થ્યમાં સતત સુધાર થઇ રહ્યો છે.