નવી દિલ્હીઃ એક સપ્તાહ બાદ રિયો ઓલિમ્પિક શરૂ થવા જઇ રહ્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રન ફોર રિયોને લીલી ઝંડી આપી હતી. આ આયોજન ખેલાડીઓનો ઉત્સાહ વધારવવા માટે કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર ઓલિમ્પિકમાં ગયેલા ભારતીય ખેલાડીઓને શુભકામનાઓ આપી હતી. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, 2020 ઓલિમ્પિકમાં અત્યારથી ખેલાડીઓને તૈયાર કરી શકાય છે. અમે આગામી ઓલિમ્પિકમાં 200 ખેલાડીઓ મોકલીશું. આશા છે કે આપણા ખેલાજીઓ દુનિયાનું દિલ જીતવામાં સફળ રહેશે.