કલબુર્ગીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- ‘હું પાકિસ્તાન કે ભ્રષ્ટાચારીઓથી નથી ડરતો’
પીએમઓના અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હાલમાં દક્ષિણ કોરિયામાં સિયોલ શાંતિ સન્માન પ્રાપ્ત કર્યા બાદ તેઓએ સન્માનમાં મળેલી 1.3 કરોડ રૂપિયાની રકમ નમામિ ગંગે પ્રોજેક્ટમાં આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય કહેવામાં આવ્યું કે હાલમાં જ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રાપ્ત ભેટ સોગાત ઉપહારોની હરાજીથી એકત્ર થયેલા 3.40 કરોડ રૂપિયા પણ નમામિ ગંગે યોજના માટે દાન કર્યા છે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ વર્ષ 2015 સુધી તેઓને મળેલા ભેટ સોગતોની હરાજીથી પ્રાપ્ત 8.33 કરોડ રૂપિયા પણ નમામિ ગંગે મિશન માટે દાન કર્યા હતા. ગુજરાતાના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાની અંગત બચતથી 21 લાખ રૂપિયા ગુજરાત સરકારના કર્મચારીઓની પુત્રીઓને માટે આપ્યા હતા.