એલએસી પર ચાલી રહેલા સંઘર્ષનો ટુંક સમયમાં અંત આવે તેવી સંભાવના છે. કેમ કે ભારત અને ચીને લદાખમાંથી પોતાની સેનાઓ પાછી ખેંચવાનો પ્રારંભ કર્યો છે. ચીની સરક્ષંણ મંત્રાલયે નિવેદન જાહેર કરતા કહ્યુ કે, મિલિટરી કમાંડર સ્તરની નવમાં રાઉંડની મંત્રણામા સફળતા મળ્યા બાદ લદાખમાં એલએસી ખાતે પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારા પરથી ભારત અને ચીને સેનાઓ પાછી ખેંચવાનો પ્રારંભ કર્યો છે.

મહત્વનું છે કે આ મામલે ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીની સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે બુધવારની સૈન્ય વાતચીત પછી આ સહમતિ બની હતી અને બંને દેશોએ આ મામલે અમલ કરવાનું શરુ કરી દીધું હતું.

જો કે આ અંગે ભારત સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શક્યતા છે કે રક્ષામંત્રી રાજનાથસિંહ આ આ અંગે આજે રાજ્યસભામાં નિવેદન આપી શકે છે.

એવા અહેવાલો છે કે બન્ને દેશો વચ્ચે સૈન્યની એક ઉચ્ચસ્તરની બેઠક 24મી જાન્યુઆરીએ યોજાઇ હતી, જેમાં હિથયારધારી સૈનિકો અને ટેંકો વગેરેને પરત બોલાવી લેવા માટે આ સમજૂતી થઇ હતી.