નવી દિલ્હીઃ દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પરથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના પોસ્ટર્સ હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે સોનિયા ગાંધીના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નબળા દેખાવ બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ હાલતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.


સોનિયા ગાંધીને વચગાળા અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં સોનિયા ગાંધીના બેનર પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ હેડક્વાર્ટરના રૂમ પરથી રાહુલ ગાંધીની નેમ પ્લેટ હટાવીને સોનિયા ગાંધીની નેમ પ્લેટ લગાવી દેવામાં આવી છે.


આ પહેલા સોનિયા ગાંધીએ 1998થી  લઈ 2017 સુધી કોંગ્રેસની કમાન સંભાળી હતી. જે બાદ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા હતા. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતું.


AMTSની બસમાં ખામી સર્જાતા નીકળ્યા ધુમાડા, પેસેન્જર કાચ તોડી નીકળ્યા બહાર, જાણો વિગત

ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો વિગત

MBBSની ડિગ્રી બાદ ડોક્ટરોએ ત્રણના બદલે એક વર્ષ જ ગામડામાં સેવા આપવી પડશે, ના પાડનારને થશે આટલા લાખ દંડ, જાણો વિગતે