નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. બીજેપીના સૂત્રોના મતે પ્રણવ મુખર્જીની ઇચ્છા છે કે તેમની દીકરી શર્મિષ્ઠા મુખર્જી માલદા લોકસભા બેઠક પરથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડે. હવે અંતિમ નિર્ણય શર્મિષ્ઠા મુખર્જી લેશે. આ અંગે બીજેપી અને પ્રણવ મુખર્જી વચ્ચે બે વખત વાતચીત થઇ છે. શર્મિષ્ઠા મુખર્જી વર્તમાનમાં કોગ્રેસની પ્રવક્તા છે. નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુર પહોંચી ચૂક્યા છે અને ગઇકાલે આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ છે.


શર્મિષ્ઠા મુખર્જી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી છે. રાજનેતા સાથે સાથે તે કત્થક ડાન્સર અને કોરિયોગ્રાફક છે. જૂલાઇ 2014માં શર્મિષ્ઠા મુખર્જી કોગ્રેસમાં જોડાયા હતા. 2015માં તેમણે કોગ્રેસની ટિકિટ પર દિલ્હીમાં ગ્રેટર કૈલાશ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. જોકે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્ધાજ સામે હારનો સામનો કરવો પડ્યો છે.

નોંધનીય છે કે પ્રણવ મુખર્જી આરએસએસના તૃતીય શિક્ષા વર્ગ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ છે. તૃતીય શિક્ષા વર્ગ સંઘના પ્રચારક બનાવવાની પ્રક્રિયાની સૌથી ઉચ્ચ ટ્રેનિંગ પ્રોગ્રામ છે.સંઘ પ્રચારક બનવું હોય તો તૃતીય શિક્ષા વર્ગમાં ટ્રેનિંગ લેવી પડે છે.