નવી દિલ્હી: યશવર્ધન કુમાર સિન્હાએ શનિવારે મુખ્ય માહિતી કમિશ્નર તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવાન તરફથી જાહેર કરેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં સિન્હાને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 26 ઓગસ્ટના રોજ બિમલ જુલ્કાનો કાર્યકાળ પૂરો થયા બે મહિનાથી વધુ સમય મુખ્ય માહિતી કમિશ્નરનું પદ ખાલી હતું.


સિન્હાએ 1 જાન્યુઆરી 2019ના રોજ માહિતી કમિશ્નરનું પદ સંભાળ્યું હતું. તેઓ બ્રિટન અને શ્રીલંકામાં ભારતના હાઈકમિશન તરીકે સેવા આવી ચૂક્યા છે.
મુખ્ય માહિતી કમિશ્નર તરીકે 62 વર્ષીય સિન્હાનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.