નવી દિલ્લી: જમ્મૂ કશ્મીરની સ્થિતિ મામલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષિય બેઠક પૂર્ણ થઈ છે. ચોમાસા સત્રના અંતિમ દિવસે મળેલી આ બેઠકમાં જમ્મૂ કશ્મીરની હાલની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કશ્મીર પણ ભારતનો જ આંતરિક હિસ્સો છે. સાથે જ ઉમેર્યું કે, જમ્મૂ કશ્મીર, લદ્દાખ અને પીઓકે ભારતનો જ હિસ્સો છે. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમજોતા નહી કરવામાં આવે. પરંતુ આપણે જમ્મૂ કશ્મીરના લોકોનો વિશ્વાસ જીતવો પડશે. તો વળી કશ્મીર મામલે એક રિઝોલ્યૂશન પણ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઘાટીમાં શાંતિ સ્થાપવા અપીલ કરવામાં આવી. તો વળી કોઈ પણ ઓલ પાર્ટી ડેલિગેશન જમ્મુ કશ્મીર નહીં જાય તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત વિવિધ રાજકીયપક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. તો સ્થિતિને સામાન્ય બનાવવાશું કરવુ તે અંગેના સૂચનો પર પણ ચર્ચા થઈ હતી. કશ્મીરમાં 8 જુલાઈએ આંતકવાદી બુરહાન વાનીના એંકાઉન્ટર બાદ હિંસાક દેખાવો શરૂ થયા હતા. જેમાં અત્યાર સુધીમાં 60ના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તો કશ્મીરમાં છેલ્લા 34 દિવસથી કફર્યૂ લાગેલો છે.