વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના 50માં સ્વતંત્રતા દિવસના અવસરે ઢાકાથી સંબોધિત કરતા કહ્યું કે, ‘આ મારા જીવનનો અણમોલ પ્રસંગ છે. તેમણે કહ્યું કે, દરેક ભારતીયો તરફથી હું આપને સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવું છું. તેમણે કહ્યું કે, કોઇ પણ શક્તિ બાંગ્લાદેશને ગુલામ ન રાખી શકે’


 


તેમણે કહ્યું કે, બાંગ્લાદેશની આઝાદીમાં ઇંદિરા ગાંધીનું યોગદાન સર્વવિદિત છે. પીએમ મોદીએ કહ્યું કે, “બાંગ્લાદેશના સ્વાધીનતા સંગ્રામને ભારતનું સમર્થન પહેલાથી જ હતું. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશની આઝાદીની લડત મારો પહેલો સંઘર્ષ હતો. તે સમયે હું 20-22 વર્ષનો હતો”


પીએમ મોદીએ કહ્યું કે, ‘શેખ મુજીબુર રહામાને તેની જિંદગીનું બલિદાન આપ્યું. મુક્તિ યુદ્ધમાં ભાગ લેનાર કેટલાક ભારતીય સૈનિક આજે અહીં ઉપસ્થિત છે અને આ તેમના માટે ખુશીની વાત છે’ પીએમ મોદીએ કહ્યું કે, ‘હું 50 બાંગ્લાદેશી ઉદ્યોગપતિઓને 50મી સ્વાતંત્રદિન પર ભારત આવવાનું આમંત્રણ આપું છું’


પીએમ મોદીએ કહ્યું કે, “મને ખુશી છે કે, શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશ તેના વિકાસના પંથ પર આગળ વધી રહ્યું છે. આતંકવાદ, અને ગરીબી સામે ભારત અને બાંગ્લાદેશની લડાઇ એક સમાન છે. એ વાત પર પણ વિશ્વાસ છે કે, આ લડાઇમાં બંને દેશ સફળ થશે”


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,” આ સ્વતંત્રતા માટે  જે સૈનિકો સંઘર્ષ કરી રહ્યાં હતા તેમાં ભારતીય સૈનિકો પણ સામેલ હતા, સૈનિકોના લોહીના રંગ રંગ લાવશે અને બંને દેશનો સંબંધ વધુ પ્રગાઢ બનશે.  જે કોઇ પણ કૂટનિતી સામે નહીં ઝુકે.