કેદારનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાબા કેદારનાથના દર્શન કર્યા  હતા. જે બાદ તેઓ દોઢ કિલોમીટર દુર આવેલી ગુફામાં ભગવું વસ્ત્ર ઓઢીને ધ્યાનમાં બેઠા હતા. ગુફા સુધી પહોંચવા તેઓ ચાલીને પહોચ્યા હતા.


મોદી જે ગુફામાં બેઠા છે તે પાંચ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી છે.તેને તૈયાર કરવામાં લગભગ સાડા આઠ લાખ રુપિયાનો ખર્ચ થયો છે. તેઓ કલાકો સુધી ગુફામાં ધ્યાનમાં બેસશે તેમ માનવામાં આવે છે. આ પછી તેઓ સાંજે કેદારનાથ મંદિરમાં થનારી આરતીમાં ભાગ લેશે.


પીએમ મોદી ચૂંટણી પ્રચાર સંપન્ન કર્યા બાદ સવારે જ કેદારનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી ગયા હતા.જ્યાંથી તેઓ નિયત કાર્યક્રમ પ્રમાણે નજીકમાં આવેલી ગુફામાં ધ્યાન કરા જવાના હતા.


PM મોદીએ કેદારનાથ મંદિરમાં કર્યા દર્શન, આવતીકાલે બદ્રીનાથ જશે

વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, કેદાર જાધવ થયો ફિટ જાહેર

અમદાવાદમાં જનસેવા કેન્દ્ર પર લોકોની હાલાકી, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં નથી થતાં કામ, જુઓ વીડિયો