પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીમાં એઈમ્સમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.


પીએમ મોદીએ રસી લેવાની કરી અપીલ


પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોને રસી લેવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, “આજે AIIMSમાં મને કોરોના રસીનો બીડો ડોઝ આપવામાં આવ્યો. રસીકરણ આપણી પાસે વાયરસને હરાવવા માટેની એક રીત છે. જો તમે રસી લેવા માટે માન્ય છો તો ઝડપથી રજિસ્ટ્રેશન કરાવીને રસી લઈ લો.”






નોંધનીય છે કે, આ પહેલા 1લી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઈમ્સમાં કોરોના વાયરસની રસી લીધી હતી. પીએમ મોદીએ સવારે 6 કલાકે એઈમ્સ જઈને ત્યાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો. પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પીએમએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.