નવી દિલ્હી: યૂપીના અલાહાબાદમાં ચાલી રહેલી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં સોમવારે પીએમ નરેંદ્ર મોદી જનતાને સંબોધિત કરશે. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી રવિવારે જ અલ્હાબાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેંદ્ર મોદી સોમવારે ચંદ્રશેખર આઝાદ પાર્કમાં જઈને શહીદ આઝાદને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.

રવિવારે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મથુરા હિંસા અને કૈરાનામાં હિંદુ પરિવારોને જુદા પાડવાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે યૂપી સરકાર પર નિશાન સાંઘતા ત્યાંની કાયદા વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તેમને કહ્યું હતું કે, ‘યૂપીમાં માફિયા રાજ છે. મથુરા અને કૈરાનો મામલો બધાંની સામે છે. જેને લઈને રાજ્ય સરકાર દોષી છે.’