નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને અનુચ્છેદ 370 કલમ હટાવવાના નિર્ણય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્ર 8 વાગે દેશને સંબોધિત કરશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશને સંબોધન કર્યુ હતું, તે સમયે ભારતે એન્ટી-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરિક્ષણ કરતાં લાઇવ સેટેલાઇટને તોડી પાડ્યો હતો. તે સમયે દેશમાં આચાર સંહિતા લાગુ હતી, અને 11 એપ્રિલથી 17મી લોકસભા માટે ચૂંટણી થવાની હતી.



આ પહેલા આકાશવાણી દ્વારા એવી જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ મોદી સાંજે 4 વાગ્યે રેડિયો પરથી દેશને સંબોધન કરશે. થોડીવાર પછી જણાવવામાં આવ્યું કે પીએમ મોદીના સંબોધન સમયમાં ફેરફાર થઇ શકે છે. જોકે પીએમ મોદી ક્યારે સંબોધન કરશે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.