ગુલામ નબી આઝાદે આ બ્લૂપ્રિંટ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોનો પ્રવાસ કરીને અનેક પાર્ટીના સભ્યો સાથે વિચાર-વિમર્શ કરીને તૈયાર કરી છે. આઝાદે યૂપી ઈલેક્શન ઈનચાર્જનું પદ સંભાળતા જ કહ્યું હતું કે, રાજ્યના પાર્ટી કાર્યકર્તા ઈચ્છે છે કે પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીની બહાર પણ ચૂંટણી પ્રચાર કરે.
પ્રિયંકાને મળી શકે છે આ જવાબદારીઓ..
1. સોનિયા અને રાહુલની સાથે ચૂંટણી રેલીઓની પ્રિયંકા પણ ભાગ લે.
2. અમેઠી અને રાયબરેલી સિવાય પણ પ્રિયંકા પોતે રેલી કરે અને લોકોને સંબોધિત કરે.
3. પ્રિયંકા ચૂંટણી પ્રચાર કમેટીનો ભાગ બને.
4. પ્રિયંકાને માત્ર રાયબરેલી અને અમેઠી સુધી સીમિત રાખવામાં આવે.
પાર્ટી આલાકમાન હવે આ તમામ પહેલીઓ પર વિચાર વિમર્શ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, યૂપી વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકાને લઈને જલ્દીથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.