લખનઉઃ સોનભદ્ર હત્યાકાંડને લઇને ઉત્તર પ્રદેશનુ રાજકારણ ગરમાઇ ગયુ છે. કૉંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યૂપીના પ્રભારી પ્રિયંકા ગાંધી સોનભદ્રણાં પીડિત પરિવારને મળવા જઈ રહ્યા હતા એ દરમિયાન તેમને રોકવામાં આવ્યા અને અટકાયત કરવામાં આવી હતી. પ્રિયંકા અહીં કાર્યકર્તાઓ સાથે ધરણાં પર બેઠા હતા. પોલીસના જણાવ્યા મુજબ ધારા 144 લાગૂ હોવાના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધી ચુનાર ગેસ્ટ હાઉસમાં વિજળી અને પાણી વગર ધરણા પર બેઠા છે.


પ્રિયંકા ગાંધી ચુનાર ગેસ્ટ હાઉસમાં વિજળી અને પાણી વગર ધરણા પર બેઠા છે. ચુનાર ગેસ્ટ હાઉસમાં વિજળી પાણી અને ખાવાની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી અને ગેસ્ટ હાઉસમાં વિજળી નથી. વિજળી પાણીની કોઈ વ્યવસ્થા ન હોવા છતાં પ્રિયંકા ગાંધી જમીન પર બેસી કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા છે અને ગેસ્ટ હાઉસમાં અંધારૂ થયું છે.

કૉંગ્રેસે કહ્યું ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં સામૂહિક હત્યાકાંડના પીડિતોને મળવા જઈ રહેલા પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત અને ભાજપ સરકારમાં આમ જનતા વિરૂદ્ધ અત્યાચારની સામે સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે.