Prophet Remarks Row: મોહમ્મદ પૈગંબર પર ટિપ્પણી કરવા અંગે નૂપુર શર્મા સામે થયેલી ફરિયાદ બાદ નૂપુર શર્માએ સુપ્રિમ કોર્ટમાં (Supreme Court) અરજી કરી હતી. આ અરજી પર આજે સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં નૂપુર શર્માને (Nupur Sharma) મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, કોઈ પણ રાજ્યની પોલીસ નૂપુરની ધરપકડ ના કરે. હવે આ અરજી પર આગામી સુનાવણી 10 ઓગસ્ટના રોજ થશે. 


સુપ્રિમ કોર્ટની બેન્ચે આદેશ આપતાં અરજીકર્તાની હત્યાના વાયરલ થયેલા નિવેદન, સલમાન ચિશ્તીનું પણ સંજ્ઞાન લીધું હતું. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ઉત્તરપ્રદેશના એક વ્યક્તિએ અરજીકર્તા નૂપુર શર્માનું માથું કાપવાની ધમકી આપી હતી. સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો કે, નૂપુર શર્મા સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ના કરવી જોઈએ.


સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે શું કહ્યું?
નૂપુર શર્માના વકિલ મનિંદર સિંહે કહ્યું કે, "નૂપુરના જીવને ગંભીર ખતરો છે. ઘણી ઘટનાઓ ઘટી છે અને પાકિસ્તાન તરફથી કોઈના આવવની આશંકા છે. સાથે જ પટનામાં કેટલાક લોકો પકડાયા છે જે નૂપુરની હત્યા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. મારા (વકિલ) માટે દરેક રાજ્યની કોર્ટમાં પહોંચવું શક્ય નથી."  આ અંગે બેન્ચના જજે કહ્યું કે, અમારો ઉદ્દેશ તમને દરેક રાજ્યની કોર્ટમાં મોકલવાનો નથી અને અમે આદેશમાં કેટલાક બદલાવ કરીશું. ઉલ્લેખનીય છે કે, નૂપુર શર્મા દ્વારા સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજીમાં માંગ કરાઈ છે કે, FIR રદ કરવામાં આવે. હવે આ અરજી પર આગામી સુનાવણી 10 ઓગસ્ટના રોજ થશે. 


આ પણ વાંચોઃ


GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા


Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત


કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?