નવી દિલ્હીઃ રાફેલ ડીલ પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય જનતા પાર્ટીએ કોગ્રેસ પર નિશાન સાધ્યું છે. કેન્દ્રિયમંત્રી રવિશંકર પ્રસાદે ચુકાદા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાહુલ ગાંધી અને કોગ્રેસને  દેશને ગુમરાહ કર્યો છે એવામાં  તેમણે દેશની માફી માંગવી જોઇએ. પ્રસાદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટથી બચવા માટે રાહુલ ગાંધીએ માફી માંગી લીધી છે પરંતુ દેશની જનતાની સામે શું  કરશે. તેમની માફી ક્યારે માંગશે?


કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે રાફેલ મામલામાં સત્યની જીત થઇ છે. સુપ્રીમ કોર્ટે પ્રાઇસિંગ, ખરીદવાની પ્રક્રિયાની તપાસ કરી તેને યોગ્ય ઠેરવી હતી.  પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ. કોગ્રેસ દ્ધારા આ પ્રકારે ખોટું કેમ્પેઇન ચલાવવામાં આવ્યું. કોર્ટથી હાર્યા તો લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવ્યો. રાહુલ ગાંધીએ એ પણ કહી દીધું હતુ કે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને ચોર કર્યા હતા. ત્યારથી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો રાજકીય ઉપયોગ કર્યો હતો.

પ્રસાદે આરોપ લગાવ્યો  હતો કે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને ચોર કહ્યાહતા પરંતુ ઓલાન્દે પોતે આ વાતને ખોટી ગણાવી હતી. રાહુલ ગાંધીએ અનિલ અંબાણીની કંપનીને ફાયદો પહોંચાડવાનો દાવો કર્યો હતો પરંતુ દસોલ્ટે કહ્યુ હતું કે, આ મામલામાં ભારત સરકારની કોઇ ભૂમિકા નથી.