નવી દિલ્હીઃ વિપક્ષ દળનું પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચી ગયા છે. રાહુલ ગાંધી સહિતના 11 નેતાઓનું પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચતા જ ત્યાં હોબાળો શરૂ થઇ ગયો છે. એક રિપોર્ટ અનુસાર, શ્રીનગરમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ નેતાઓને એરપોર્ટ બહાર જવાની મંજૂરી મળી નહોતી. રાહુલ સાથે ગુલામ નબી આઝાદ, એનસીપી નેતા માજિદ મેમન, સીપીઆઇ લીડર ડી.રાજા સિવાય શરદ યાદવ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હતા.


આ અગાઉ કોગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરમાં સ્થિતિને લઇને આજે ફરીવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ કે સરકાર દાવો કરી રહી છે કે સ્થિતિ સામાન્ય છે પરંતુ અમને ત્ જવાની મંજૂરી આપી રહી નથી. અમને અમારા ઘરે નહી જવા નથી દેતી તો એનો અર્થ એ છે કે સરકાર કાંઇક છૂપાવી રહી છે. રાજ્યના વરિષ્ઠ નેતાઓને નજરબંધ રાખવા પર પણ આઝાદે સવાલ ઉઠાવ્યા હતા.

श्रीनगर पुलिस द्वारा मीडियाकर्मियों से आक्रामक रूप से पेश आने और उनको विपक्षी नेताओं के प्रतिनिधिमंडल से मिलने से रोकने की खबरें आ रही है। हम मीडिया के खिलाफ अपनाए गए कठोर रवैये की कड़ी निंदा करते हैं। #RahulGandhiWithJnK


— Congress (@INCIndia) August 24, 2019



શ્રીનગર જતા અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં આઝાદે કહ્યું હતું કે, જેમણે રાજનીતિ કરવી હતી તેમણે કરી દીધી. રાજ્યના બે ટૂકડા કરી દીધા. અમે ત્યાં જવા માંગીએ છીએ કારણ કે સરકારની મદદ કરી શકીએ વિપક્ષના નેતાઓ પણ કાયદાને સમજનારા અને તેનું પાલન કરનારા લોકો હોય છે.

આઝાદે કહ્યુ કે જો કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે તો કાશ્મીર ખાતેના મારા ઘરે કેમ જવા દેવામાં આવતા નથી. હું રાજ્યનો પૂર્વ મુખ્યમંત્રી છું, મને ત્યાં કેમ જવા દેવામાં આવી રહ્યો નથી. જો સ્થિતિ સામાન્ય છે તો સરકારે ઉમર અબ્દુલ્લાના રસ્તા પર ફરવા પર કેમ રોક લગાવી છે. મહબૂબા મુફ્તી અને ફારુક અબ્દુલ્લાને ઘરમાં કેમ બંધ કર્યા છે. જેનો અર્થ છે કે સરકાર કાંઇક છૂપાવી રહી છે.