નવી દિલ્હીઃ લાંબા સમયથી દેશના આર્થિક સ્થિતિને લઈને મોદી સરકાર પર હમલાવર રાહુલ ગાંધીએ આજે ફરી એક વખત નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધી ભાજપના ‘મોદી હૈ તો મુમકિન હૈ’ના નારાની સાથે સરકારને આર્થિક મોર્ચે ઘેરી છે.

રાહુલ ગાંધીએ પ્રથમ વખત ‘મોદી હૈ તો મુમકિન હૈ’ના નારા સાથે સરકાર પર હુમલો કર્યો છે. આ પહેલા તેઓ સૂટ-બૂટની સરકાર જેવા જુમલા દ્વારા સરકાર પર પ્રહાર કરતા રહ્યા છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટની સાથે એક સમાચાર પણ શેર કર્યા છે. તેમાં ઇન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, જીડીપી ગ્રોથ 1947થી પણ નીચે જઈ શકે છે.


રાહુલ ગાંધીએ જે સમાચરા શેર કર્યા છે તેમાં શું છે?

ઇન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણમૂર્તિએ મંગળવારે આશંકા વ્યક્ત કરી હતી કે કોરોના વાયરસને કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં દેશની આર્થિક ગતિ આઝાદી બાદ સૌથી ખરાબ સ્થિતિમાં હશે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ઝડપથી પાટા પર લાવવી જોઈએ.

તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આ વખતે જીડીપીમાં સ્વતંત્રતા બાદ સૌથી મોટો ઘટાડો જોવા મળી શકે છે. નારાયણ મૂર્તિએ એવી અનેક નવી સ્સિટમ વિકસિત કરવા પર ભાર મુક્યો જેમાં દેશની અર્થવ્યવસ્થાને દરેક ક્ષેત્રમાં પ્રત્યેક કારોબીરને પૂરી ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી હોય.