રાહુલ ગાંધી આવતા મહિને કરશે યુપીમાં રોડ શો, 40 જિલ્લાઓમાં ફરશે
abpasmita.in
Updated at:
28 Aug 2016 02:46 AM (IST)
NEXT
PREV
નવી દિલ્લીઃ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે ત્યારે કોંગ્રેસ એડીચોટીનું જોર લાગવીને પ્રચારલક્ષી કાર્યક્રમો કરી રહી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી યુપીમાં આવતા મહિને રોડ શો કરશે. ટૂંક સમયમાં આ અંગે તારીખની જાહેરાત કરવામાં આવશે, 25 દિવસ ચાલનારા આ રોડ શોમાં યુપીના 40 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. રોડ શોના રૂટ અને તારીખની જાહેરાત આવનારા મહિનાના પ્રથમ સપ્તાહમાં થાય એવી શક્યતાઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -