ઉત્તરપ્રદેશમાં ગઠબંધનમાં કોગ્રેસને જગ્યા ના આપવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે માયાવતી અને અખિલેશનું સન્માન કરીએ છીએ. તેમની પાસે પોતાની મરજી પ્રમાણે નિર્ણય કરવાનો અધિકાર છે. અમે નિશ્વિત રીતે ઉત્તર પ્રદેશમાં લડીશું અને લોકોને ચોંકાવીશું. કોગ્રેસ પાર્ટી પોતાની વિચારધારા પર ચૂંટણી લડશે. ખાસ વાત એ છે કે આ ગઠબંધન બન્યાના થોડા જ કલાકોમાં રાહુલે આ નિવેદન આપ્યું હતું.
રાફેલ ડીલ પર રાહુલે કહયું કે, વડાપ્રધાને નાના અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાની ચોરી કરવામાં મદદ કરી છે. તમે મારા પર કોઇ પ્રકારના ભેદભાવનો આરોપ લગાવી શકો નહીં. વડાપ્રધાનમાં સામે આવીને જવાબ આપવાની હિંમત દેખાતી નથી.