નવી દિલ્લી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સુરક્ષા કર્મચારીઓ દ્વારા એયરલાઈંસના પાયલોટ પાસે લાઈસેંસ માંગવાનો મામલો સામે આવ્યો છે. રાહુલ ગાંધી દિલ્લીથી વારાણસી જઈ રહ્યા હતા, તે વખતે તેમની સુરક્ષામાં ઉભા રખાયેલ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ને તપાસ માટે પાયલોટ પાસે લાઈસેન્સ બતાવવા કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર એસપીજી તરફથી ઈંધનની તપાસ માટે માંગ કરી હતી. આ મામલો 14 સપ્ટેબરનો છે. રાહુલ ગાંધી 8.55 amની ઈંડિગો ફ્લાઈટ 6E 308થી વારાણસી જઈ રહ્યા હતા.
એક અંગ્રેજી અખબાર પ્રમાણે, ક્રૂ મેંમર્સમાં સમાવેશ થયેલ એક સભ્યએ જણાવ્યું હતું કે, એસપીજીની માંગ સાંભળીને તે હેરાન થઈ ગયા હતા. ફ્લાઈટના પાયલોટ પાસે તેનું લાઈસેન્સ બતાવવાનો ઈનકાર કરતા કહ્યું, આ વાતની જાણકારી તમારે એયરલાઈંસ પાસેથી કરવી જોઈએ. કારણ કે એસપીજીને પાયલોટ પાસે તપાસ કરવાનો કોઈ અધિકારી નથી. જ્યારે ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન) તરફથી ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી હતી. એના માટે ફ્યૂલ ટેસ્ટની એસપીજીની માંગ પુરી કરવામાં આવી હતી. પરંતુ એ કારણથી ફ્લાઈટની ઉડાનમાં 45 મિનિટ મોડી રહી હતી. વિમાનના ફ્યૂલની માંગ પુરી કર્યા પછી ફ્લાઈટને વારાણસી માટે રવાના કરવામાં આવ્યું હતું.
ઈંડિગો એયરલાઈંસના પ્રવક્તાએ એસપીજીની આ ડિમાંડ પર કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ પ્રકારની માંગો પહેલા ક્યારેય કરવામાં આવી નથી. સ્પેશિયલ વીઆઈપી ફ્લાઈટ્સ માટે એક પ્રોટોકૉલ હોય છે, જ્યાં એયર ઈંડિયા અથવા ઈંડિયન એયરફોર્સમાં એવા સમય પર ફ્લાઈટમાં સારામાં સારા પાયલોટોની નિમણૂંક કરવામાં આવે છે.
લગભગ 30 વર્ષ સુધી વીઆઈપી ફ્લાઈટ ઉડાવી ચૂકેલા એયરલાઈંસના સીનિયર પાયલોટનું કહેવું છે કે કૉકપિટમાં માત્ર એજ લોકો રહે છે, જેમને ત્યાં નિમણૂંક કરવામાં આવી હોય. આ આખી ઘટનાક્રમથી એયરલાઈંસ અને એવિએશન ઓથોરિટી હેરાન છે. જાણકારી પ્રમાણે સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે વીઆઈપી યાત્રા માટે એક બ્લૂ બુક હોય છે.