રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે જણાવ્યું કે તમામ 1.4 લાખ પદ માટે 2.44 કરોડ ઉમેદવારો રજીસ્ટર્ડ થયા છે. આ તમામ પરીક્ષાઓ કોમ્પ્યૂટર આધારિત હશે.
સ્ટેનો, શિક્ષક, ટ્રાન્સલેટરની પરીક્ષા 18 ડિસેમ્બરથી
આઈસોલેટે એન્ડ મિનિસ્ટીરિયલ કેટેગરી અંતર્ગત આવનારી સ્ટેનો, શિક્ષક, ટ્રાન્સલેટર અન્ય પદોની પરીક્ષાઓ 15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે યોજાશે. સ્ટેન, શિક્ષક, ટ્રાન્સલેટરની પરીક્ષામાં કુલ 1633 જગ્યાઓ છે જેમાં 1.03 લાખ ઉમેદવારોએ આવેદન કર્યું છે.
ગાર્ડ, ઓફિસ ક્લાર્ક, એસએમ, કૉમર્શિયલ ક્લાર્કની પરીક્ષા 28 ડિસેમ્બરથી
નોટ ટેક્નિકલ પોપ્યૂલર કેટેગરી એનટીપીસી અંતર્ગત આવનારી એસએમ, ગાર્ડ, ઓફિસ ક્લાર્ક, કૉમર્શિયલ ક્લાર્ક અને અન્ય જગ્યાઓની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ 28 ડિસેમ્બર 2020થી માર્ચ 2021 વચ્ચે યોજાશે. આ કેટેગરીમાં 35208 જગ્યાઓ માટે કુલ 1.26 કરોડ આવેદન કર્યું છે.
ટ્રૈક મેન્ટેનર અને પોઈન્ટ મેનની પરીક્ષા
લેવલ-1 કેટેગરી અંતર્ગત આવનારી ટ્રેક મેન્ટેન્ર, પોઈન્ટ મેન અને અન્ય જગ્યાની પરીક્ષા વર્ષ 2021ના એપ્રિલ મહિનાથી શરૂ થશે. જેની તારીખોની જાહેરાત હાલ નથી કરવામાં આવી. આ કેટેગરીમાં 103769 જગ્યા છે જેમાં 1.15 કરોડ પરીક્ષાર્થીઓએ આવેદન કર્યું છે.
રેલવેએ તમામ ઉમેદવારોને એક લિંક મોકલી છે જેમાં તેઓ પોતાની એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકે છે. પરીક્ષાનું શહેર, તારીખ અને એસસી, એસટી ઉમેદવાર માટે ટ્રાવેલ ઓથોરિટી લેટર ડાઉનલોડ કરવાની લિંક પણ રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની વેબસાઈટ પર છે. આજથી ઈ-કોલ લેટર પણ આરઆરબીની વેબ સાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર 2020 વચ્ચે યોજાનારી પરીક્ષા
90 મિનિટની પરીક્ષામાં 100 પ્રશ્ન હશે. જ્યારે આધિકારીક પીડબ્લ્યૂડી ઉમેદવારને 120 મિનિટ મળશે. કોવિડ પ્રોટોકોલના કારણે પ્રથમ શિફ્ટમાં સવારે 9 વાગ્યાથી પરીક્ષા કેંદ્ર પર પહોંચવાનુ રહેશે પરીક્ષા 10:30 શરૂ થશે. બીજી શીફ્ટમાં બપોરે 1:30 વાગ્યે કેંદ્ર પર પહોંચવું પડશે, જ્યારે પરીક્ષા 3 વાગ્યા શરૂ થશે.