ગેહલોતે કહ્યું, કોરોના વાયરસ સામે જંગ લડવા મેં બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરી. પરંતુ બીજેપીના નેતાઓએ માનવતાની તમામ હદ વટાવી દીધી. એક તરફ અમે લોકોના જીવ અને રોજગારી બચાવવામાં લાગ્યા છીએ તો બીજી તરફ આ લોકો સરકાર પાડવામાં લાગ્યા છે.
તેમણે કહ્યું, જે રીતે બકરા મંડીમાં તે વેચાય છે તેવી જ રીતે ખરીદદારી કરીને તમે રાજનીતિ કરવા માંગો છે. આ તેમની બેશરમીની હદ છે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું, આજે તેમનું જે ઘમંડ છે તેની દેશની જનતા સમય આવવા પર ચકનાચૂર કરી દેશે.
ગેહલોતે જણાવ્યું, રાજસ્થાનમાં સરકાર સ્થિર છે, સ્થિર રહેશે અને પાંચ વર્ષ ચાલશે તથા આગામી ચૂંટણી જીતવાની તૈયારીમાં અમે લાગી ગયા છીએ. રાજસ્થાન સરકારે ચૂંટણી જીતી શકાય તે હિસાબે જ બજેટ રજૂ કર્યા છે. આ રીતે જ અમે સંકટના સમયમાં કામ કરી રહ્યા છીએ.
સીએમ ગેહલોતે કહ્યું, કોરોના વાયરસ સંકટના સમયમાં રાજસ્થાન સરકારે કરેલી કામની પ્રશંસા થઈ છે, જે આપણા બધા માટે ગૌરવની વાત છે. આ માહોલમાં સરકાર ઉથલાવવાનો પ્રયત્નને રાજસ્થાનની જનતા ક્યારેય માફ નહીં કરે અને સબક શીખવાડશે.
ભારતમાં 2022 સુધી થઈ જશે 83 કરોડ સ્માર્ટ ફોન યૂઝર્સ, ગ્રામીણ વિસ્તારોમાં વધશે સંખ્યા
સોનિયા ગાંધીએ કોંગ્રેસ સાંસદો સાથે કરી બેઠક, ફરી ઉઠી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ
Coronavirus: DGCI એ કોરોના દર્દીની સારવાર માટે કયા ઈંજેક્શનને આપી મંજૂરી ? જાણો કેટલી છે કિંમત ?