જયપુરઃ  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મુખ્યમંત્રી કિસાન મિત્ર એનર્જી યોજના શરૂ કરી છે.જેના ભાગરૂપે રાજ્યના દરેક ખેડૂત પરિવારને વીજળીના બિલ પર દર મહિને 1000 રૂપિયાની સબસિડી રાજ્ય સરકાર આપશે અને આ રકમ સીધી તેમને બેન્ક એકાઉન્ટમાં જમા થશે.આ યોજનાનો લાભ આ વર્ષે  મે મહિનાના વીજ બિલ પરથી જ મળવા માંડશે.


ગહેલોતે ટ્વિટ કરીને જાણકારી આપીને કહ્યુ હતુ કે, ખેડૂતો રાજ્ય સરકાર માટે પહેલી પ્રાથમિકતા રહ્યા છે અને તેના માટે જ ખેડૂતોને સૃમધ્ધ બનાવવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.સરકાર મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના થકી તમામ કૃષિ ગ્રાહકોને લાભ આપશે અને દર વર્ષે ખેડૂતોને 1450 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.સરકારની યોજના હેઠળ 15 લાખ ખેડૂતોને લાભ મળશે.જોકે જેમના વીજ બિલ બાકી છે તેમને આ યોજનાનો લાભ નહીં મળે.


આ યોજના હેઠળ જો કોઈ ગ્રાહકનુ વીજ બિલ એક હજાર રૂપિયા કરતા ઓછુ આવે છે તો સબસિડીની વધારાની રકમ આગળના મહિનાના વીજ બિલમાં એડજસ્ટ કરવામાં આવશે. આ પહેલા ભાજપની સરકાર ખેડૂતોને દર મહિને 833 રૂપિયા આપતી હતી .જોકે કોંગ્રેસની સરકાર આવ્યા બાદ યોજનાને બંધ કરીને નવેસરથી લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી.




દેશમાં અંદાજે 15 દિવસથી કોરોનાની સ્થિતિ જેમ છે તેમની છે. દરોજ અંદાજે 40 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે અને રોજ 500-1000 દર્દીના મોત થઈ રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થઅય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 38079 નવા કેસ સામે આવ્યા છે અને 560 લોકના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 38949 નવા કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 43916 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 6397 એક્ટિવ કેસ ઘટ્યા છે.


હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 24 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાક 13 હજાર 91 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 2 લાખ 27 હજાર લોકો ઠીક થયા છે. મહામારીની શરૂઆતથી અત્યર સુધી કુલ 3 કરોડ 10 લાખ 64 હજાર હજાર લોકો સંક્રમિત થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 16 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 96 લાખ 95 હજાર કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 42 લાખ 12 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 20 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.98 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.