Rajasthan High Court: રાજસ્થાન હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ફેંસલાનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકરને ટ્રાંસજેન્ડરને સરકારી નોકરીમાં અનામત આપવા કહ્યું છે. જજ મદન ગોપાલ વ્યાસ અને મનિંદ્ર મોહન શ્રીવાસ્તવની પીઠે રાજસ્થાન સરકારને આ નિર્દેશ આપ્યો છે. ઉપરાંત સરકારી નાકરીમાં અનામત આપવી કે નહીં તેના ફેંસલાનો રાજ્યને વિશેષાધિકાર હોવાની દલીલ ફગાવી દીધી છે.


અનામત આપનારું પ્રથમ રાજ્ય હતું કર્ણાટક


ટ્રાંસજેન્ડર સમાજ માટે કર્ણાટક સરકારે મહત્વનું પગલું ઉઠાવ્યું હતું. કર્ણાટક તમામ સરકારી સેવાઓમાં ટ્રાંસજેન્ડર સમુદાય માટે એક ટકા અનામત રાખવાનો આદેશ આપનારું દેશનું પ્રથમ રાજ્ય હતું. સરકારે આ અંગે હાઇકોર્ટમાં સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું કે, કર્ણાટક સિવિલ સેવા નિયમ, 1977માં સંશોદન બાદ એક નોટિફિકેશન જાહેર કરાયું હતું.   


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે હોય તેમ દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 27409 નવા કોરોના કેસ અને 347 લોકોના મૃત્યુ થયા છે. 82,817 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.



  • એક્ટિવ કેસઃ 4,23,127

  • કુલ ડિસ્ચાર્જઃ 4,17,60,458

  • કુલ મૃત્યુઃ 5,09,358

  • કુલ રસીકરણઃ 173,42,62,440 (જેમાંથી 44,68,365 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા)

  • સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,29,536 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ


Cheapest Automatic Cars : આ છે દેશની સૌથી સસ્તી ઓટોમેટિક કાર્સ, કિંમત જાણીને નહીં થાય વિશ્વાસ


IND vs WI: આવતીકાલથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટી20 શ્રેણી, જાણો ક્યાં રમાશે