જયપુરઃ રાજસ્થાનમાં અનેક દિવસોથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પ્રથમ વખથ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના આંતરિક કલેશનું નુકસાન રાજ્યની જનતાને થઈ રહ્યું છે. આ વિવાદમાં ભાજપને ઘસેડવાની કોઈ જરૂર નથી.

વસુંધરા રાજેએ ટ્વિટ કરીને કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસના આંતરિક વિવાદનું નુકસાન આજે રાજસ્થાનની જનતાએ ઉઠાવવું પડી રહ્યું છે. આપણા રાજ્યમાં પાંચસોથી વધારે મોત થઈ ચુક્યા છે અને આશરે 28 હજાર લોકો કોરોના પોઝિટિવ છે, એવા સમયે જ્યારે તીડ આપણા ખેડૂતોના ખેતરો પર સતત હુમલા કરી રહ્યા છે. કોંગ્રેસ બીજેપી અને બીજેપી નેતૃત્વ પર દોષનો ટોપલો ઢોળવાની કોશિશ કરી રહી છે.



આ પહેલા વસુંધરા રાજે પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનો સાથ આપવાનો આરોપ લાગ્યો હતો. RLPના નેતા હનુમાન બેનીવાલે ગુરુવારે કહ્યું હતું કે, તે(વસુંધરા) ગેહલોત સરકારને બચાવી રહી છે.પાયલટ જૂથે પણ તેમની પર આરોપ લગાવ્યા હતા.

આજે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાનની રાજકીય ખેંચતાણ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પ્રહાર કર્યા હતા. માયાવતીએ રાજસ્થાનની રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં રાજકીય વિરોધો અને ખેંચતાણને રાજ્યપાલ ધ્યાનમાં લે. તેમને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરવી જોઈએ. જેથી રાજ્યમાં લોકતંત્રની વધારે ખરાબ સ્થિતિ ન થાય.



બસપા પ્રમુખે ટ્વિટમાં કહ્યું છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલાં પક્ષ પલટાનો કાયદો તોડ્યો હતો. બસપા સાથે સતત બીજી વાર દગાખોરી કરી હતી અને અમારી પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કર્યા હતા. હવે જગજાહેર રીતે તેઓ ફોન ટેપ કરાવીને વધુ એક ગેરકાયદે અને ગેરબંધારણીય કામ કરી રહ્યા છે.

મા-બાપ તેમનું બાળક ટીમ ઈન્ડિયા તરફથી નહીં પણ IPLમાં રમે તેમ ઈચ્છે છેઃ કપિલ દેવ

કોરોના વાયરસનું વધુ એક લક્ષણ આવ્યું સામે, જાણો વિગતે