નવી દિલ્હીઃ ફિલ્મી દુનિયા બાદ રાજનીતિમાં ઉતરવાની તૈયારી કરી ચૂકેલા સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે, તમિલનાડુની પ્રજા 2021ની વિધાનસભા ચૂંટણીમાં કરિશ્મા કરશે. એ વાતની ચર્ચા છે કે રજનીકાંત આગામી વર્ષ સુધી પોતાની પાર્ટીની જાહેરાત કરી શકે છે. આ વચ્ચે તેમણે કમલ હસન સાથે આવવાના સંકેત આપ્યા છે. રજનીકાંતના નજીકના સૂત્રોએ કહ્યું કે, પાર્ટીની નીતિઓ અને ઉદ્દેશ્યોને અંતિમ રૂપ આપવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. પાર્ટીના લોન્ચ થયા બાદ રજનીકાંતની ફેન ક્લબ રજની મક્કલ મંદરમને નવું નામ મળી શકે છે. તેમણે કહ્યું કે, ડીએમકે નેતા એમ કરુણાનિધિ અને એઆઇએડીએમકેની મહાસચિવ જે જયલલિતાના નિધન બાદ રાજ્યમાં પેદા થયેલા રાજકીય શૂન્યને ભરવા માટે રજનીકાંત દઢ છે.
તમિલ સુપરસ્ટાર થલાઇવા રજનીકાંતે મક્કલ નીધિ મય્યમના ચીફ અને એક્ટર કમલ હસન સાથે ભવિષ્યમાં રાજનીતિના મેદાનમાં સાથે આવવાના સંકેત આપ્યા છે. કમલ હસને બે દિવસ અગાઉ કહ્યુ હતું કે, તેમની અને રજનીકાંતની મિત્રતા 44 વર્ષ જૂની છે. જો જરૂર પડી તો તમિલનાડુના વિકાસ માટે બંન્ને સાથે આવી શકે છે. નોંધનીય છે કે તમિલનાડુમાં અનેક ફિલ્મ કલાકાર નેતા બનીને સફળ થયા છે.
વિધાનસભા ચૂંટણીમાં ‘કરિશ્મા’ કરશે તમિલનાડુની પ્રજાઃ રજનીકાંત
abpasmita.in
Updated at:
21 Nov 2019 08:51 PM (IST)
ડીએમકે નેતા એમ કરુણાનિધિ અને એઆઇએડીએમકેની મહાસચિવ જે જયલલિતાના નિધન બાદ રાજ્યમાં પેદા થયેલા રાજકીય શૂન્યને ભરવા માટે રજનીકાંત દઢ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -