નવી દિલ્હીઃ રાજ્યસભાએ જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના વધારવાની મંજૂરી આપી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાં છ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લોકસભામાં અગાઉથી જ આ પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યો છે. આ સાથે જમ્મુ કાશ્મીરના અનામત સંશોધન બિલને રાજ્યસભામાં મંજૂરી મળી ગઇ છે. આ બિલને લોકસભામાંથી મંજૂરી મળી ગઇ છે.
રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે, સરકાર કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમે અટલજીની નીતિઓ પર ચાલી રહ્યા છીએ. અમારી નીતિ જમ્હુરિયત, કાશ્મીરિયત અને ઇન્સાનિયતની છે. અમિત શાહે કાશ્મીરી પંડિતોનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, સમય આવશે જ્યારે કાશ્મીરી પંડિતો કાશ્મીરના મંદિરોમાં પૂજા કરશે.
અમિત શાહે કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ સાથે તેણે કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ અમારી ઝીરો ટોલરેન્સ નીતિ છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેને કોઇ દેશથી અલગ કરી શકતું નથી.
કાશ્મીરમાં છ મહિના વધ્યું રાષ્ટ્રપતિ શાસન, શાહે કહ્યુ- સરકાર વિકાસ માટે પ્રતિબદ્ધ
abpasmita.in
Updated at:
01 Jul 2019 09:57 PM (IST)
લોકસભામાં અગાઉથી જ આ પ્રસ્તાવ પાસ થઇ ચૂક્યો છે. આ સાથે જમ્મુ કાશ્મીરના અનામત સંશોધન બિલને રાજ્યસભામાં મંજૂરી મળી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -