જે બાદ પ્રધાનમંત્રી ખુદ કાર તરફ ગયા હતા. મોદીએ કારમાં મુકેલા ભેટ લીધી હતી અને પછી પૂજા સ્થળ પર પહોંચ્યા હતા. આ પહેલા પ્રધાનમંત્રીએ હનુમાનગઢી જઈને બાલ હનુમાનના દર્શન કર્યા હતા.
ભૂમિ પૂજન સંપન્ન કરાવનારા પંડિત આચાર્ય દુર્ગા ગૌતમે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદી તેમની સાથે ચાંદીનો કુંભ કળશ લાવ્યા હતા. તેમણે રામલલાને કુંભ કળશ ભેટ ધર્યો હતો. પ્રધાનમંત્રીએ પૂજા સ્થળ પર માથું ટેકવ્યું હતું અને ત્યાંની માટી પોતાના માથા પર લગાવી હતી. આચાર્ચએ કહ્યું, મોદીને પૂજા વિધિની ઘણી જાણકારી છે. તેથી સાધારણ ઈશારામાં જ વિધિને સમજી લે છે. રામજી માટે તેમણે મોટું તપ કર્યું છે. તેમને મોટું સૌભાગ્ય મળ્યું હતું તેથી ખૂબ ગદગદ હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે એક એક સોનાનો સિક્કો રામ મંદિરના પાયામાં નાંખ્યો હતો.
Coronavirus: ભારતમાં આ કંપનીએ કોવિડ-19ની દવા બજારમાં કરી લોન્ચ, એક ગોળીની કિંમત જાણીને ચોંકી જશો
રામ મંદિર ભૂમિ પૂજનઃ પ્રધાનમંત્રી મોદીના આ 5 નિવેદનની થઈ રહી છે ચર્ચા