ગુવાહાટીઃ  અનલોક 3 બાદ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દેશના અમુક રાજ્યોએ કોરોના સંક્રમણ પર કાબુ કરવા 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવ્યું છે. જ્યારે બિહારમાં 16 ઓગસ્ટ સુધી લોકડુન વધારવામાં આવ્યું છે. આ દરમિયાન આસામે પણ આવો જ નિર્ણય લીધો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, આસામના તિનસુકિયા અને માકુમ મ્યુનિસિપલ બોર્ડ અંતર્ગત આવતા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. આ ઓર્ડરનો આજે સાંજે 6 વાગ્યાથી અમલ થશે. 12 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી લોકડાઉન અમલી રહેશે.



લોકડાઉનની ગાઇડલાઇન જાહેર કરતાં તિનસુકિયાના ડેપ્યુટી કમિશ્નર ભાસ્કર પેગુએ કહ્યું, લોકડાઉન દરમિયાન આ વિસ્તારમાં જરૂરી વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. તમામ દુકાનકારો, કર્મચારીઓ અને જીવનજરૂરી વસ્તુના પરિવહનમાં રોકાયેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવશે.

આસામમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 48,161 પર પહોંચી છે. જ્યારે મૃતકોની સંખ્યા 115 પર પહોંચી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59,064 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,08,255 પર પહોંચી છે અને 39,795 લોકોના મોત થયા છે.  12,82,216 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે અને 5,86,244 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 52,509 કેસ નોંધાયા હતા અને 857 લોકોના મોત થયા હતા.

રામલલા માટે લાવેલી ભેટ કારમાં ભૂલી ગયા હતા મોદી, યાદ આવ્યું ને પછી........

Coronavirus: ભારતમાં આ કંપનીએ કોવિડ-19ની દવા બજારમાં કરી લોન્ચ, એક ગોળીની કિંમત જાણીને ચોંકી જશો