સિરસાઃ જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં હિઝબુલના આતંકીની ધરપકડ બાદ પોલીસે શનિવારે સિરસાથી ભારતના સૌથી મોટા ડ્રગ તસ્કર પૈકીના એક રણજીત રાણા ચીતાની ધરપકડ કરી હતી. અમૃતસરનો ચીતા જૂન 2019માં અટારીથી મળેલા 532 કિલોગ્રામ હેરોઈનમાં વોન્ટેડ હોવાનું પંજાબના ડીજીપીએ જણાવ્યું હતું.


રણજીત રાણા અને તેનો ભાઈ ગગનદીપ ભોલાને હરિયાણાના સિરસાના બેગૂ ગામથી ધરપકડ કરવામાં આવી હતી. ચીતાએ 2018-19 વચ્ચે ICP અમૃતસરના માધ્યમથી હેરોઈન અને ડ્રગ્સની તસ્કરી કરી હોવાની આશંકા છે.


થોડા દિવસો પહેલા હિઝબુલના ટોપ કમાન્ડર રિયાઝ નાઈકુને જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના બેગપોરામાં ઠાર કરાયો હતો.  એનએસએ અજીત ડોભાલના નેતૃત્વમાં ઓપરેશન જેકબૂટ અંતર્ગત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પુલવામા, કુલગામ, અનંતનાગ અને શોપિયાં જિલ્લામાં આતંકવાદી ગતિવિધિ વધ્યા બાદ ડોભાલે આપરેશનનું નામ 'જેકબૂટ' રાખ્યું હતું.