Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: પદ્મ વિભૂષણથી સન્માનિત 86 વર્ષીય રતન ટાટાએ રાત્રે 11.30 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે.
NCPA લૉનમાં જ્યાં રતન ટાટાનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે ત્યાં સર્વ ધર્મ પ્રાર્થના થઇ રહી છે. હિન્દુ ધર્મગુરુઓ, મુસ્લિમ ધર્મગુરુઓ પણ હાજર છે. દરેક ધર્મના ગુરુઓ એક પછી એક શાંતિ પ્રાર્થના કરી રહ્યા છે.
શરદ પવાર પણ રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પહોચ્યા હતા. સુપ્રિયા સુલે પણ તેમની સાથે છે.
મુંબઈના પારસી સમુદાયના લોકો પણ રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા.
ઉદ્યોગપતિ અજય પીરામલ રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.
RBI ગવર્નર શક્તિકાંત દાસ પણ રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રતન ટાટા સાચા દેશભક્ત હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ NCPA લૉનની મુલાકાત લેશે અને ત્યાંથી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં જશે. જ્યારે રતન ટાટાની અંતિમ યાત્રા શરૂ થશે ત્યારે અમિત શાહ પણ વરલીના સ્મશાનગૃહમાં જશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું કે રતન ટાટાનું નિધન માત્ર ટાટા ગ્રુપ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. મેં આજે એક પ્રિય મિત્ર ગુમાવ્યો.
રતન ટાટાના નિધન પર રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું, "આ દેશ માટે દુઃખદ દિવસ છે. તેમનું નિધન એ માત્ર ટાટા જૂથ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે એક મોટી ખોટ છે. તેમના નિધનથી હું ખૂબ દુઃખી છું." હું દુઃખી છું કારણ કે મેં એક સારા મિત્રને ગુમાવ્યો છે, તેમણે મને દરેક મુલાકાતમાં પ્રેરણા આપી અને મને નવી ઉર્જા આપી.
મળતી માહિતી મુજબ રતન ટાટાના પાર્થિવ દેહને કોલાબા સ્થિત તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો. આ પછી સવારે 9.45 વાગ્યે તેમના પાર્થિવ દેહને કોલાબાથી નરિમન પોઈન્ટ ખાતે એનસીપીએ લઈ જવામાં આવશે. રતન ટાટાના પાર્થિવ દેહને અહીં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ પછી તેમના અંતિમ સંસ્કાર વર્લીમાં કરવામાં આવશે. આજે મહારાષ્ટ્રના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
રતન ટાટાના નિધન પર ઝારખંડમાં એક દિવસનો શોક રાખવામાં આવશે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રતન ટાટા દૂરદર્શી વ્યક્તિ હતા. તેમણે બિઝનેસ અને પરોપકાર બંને પર અમિટ છાપ છોડી છે. તેમના પરિવાર અને ટાટા સમુદાય પ્રત્યે મારી સંવેદના.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક્સ પર લખ્યું હતું કે 'શ્રી રતન ટાટાના નિધનથી ભારતે એક એવા આઇકનને ગુમાવ્યો છે જેણે કોર્પોરેટ વિકાસને રાષ્ટ્ર નિર્માણ અને ઉત્કૃષ્ટતાને નૈતિકતા સાથે જોડ્યા. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત તેમણે ટાટાના મહાન વારસાને આગળ ધપાવ્યો અને તેને વધુ પ્રભાવશાળી વૈશ્વિક હાજરી આપી. પરોપકાર અને દાનમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. હું તેમના પરિવાર, ટાટા ગ્રુપની સમગ્ર ટીમ અને વિશ્વભરમાં તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક્સ પર લખ્યું હતું કે 'દેશના ગૌરવવંતા પુત્ર રતન ટાટા જીના નિધનના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ છું. ત્રણ દાયકાથી વધુ સમયથી મને તેમની સાથે એક ગાઢ અંગત અને પારિવારિક સંબંધ રાખવાનું સૌભાગ્ય મળ્યું હતું. જ્યાં મેં તેમની નમ્રતા, સાદગી અને તમામ પ્રત્યે વાસ્તવિક સન્માન જોયું પછી તેમની સ્થિતિ ભલે ગમે તે હોય. તેમના જીવનમાં પ્રામાણિકતા અને કરુણાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા, જે ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તરીકે, અર્થતંત્ર અને રોજગાર નિર્માણમાં તેમના નોંધપાત્ર યોગદાનથી અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. તેઓ એક સમર્પિત દેશભક્ત અને સામાજિક રીતે સભાન નેતા હતા જેમણે સમાજ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. હું તેમની પાસેથી જે શીખ્યો છું તે હંમેશા મારા જીવનમાં ગુંજતું રહેશે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક્સ પર લખ્યું હતું કે ' રતન ટાટા સાથે ગૂગલમાં મારી છેલ્લી મુલાકાતમાં અમે વેમોની પ્રગતિ વિશે વાત કરી હતી અને તેમનું વિઝન સાંભળવું પ્રેરણાદાયક હતું. તેઓ એક અસાધારણ વ્યવસાય અને પરોપકારી વારસો છોડીને ગયા છે અને ભારતમાં આધુનિક બિઝનેસ લીડરશીપને માર્ગદર્શન આપવા અને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ ભારતને વધુ સારું બનાવવા માટે ખૂબ જ ચિંતિત હતા. તેમના સ્નેહીજનો પ્રત્યે ઊંડી સંવેદના અને શ્રી રતન ટાટા જીને શાંતિ મળે.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લખ્યું હતું કે ભારતના જાણીતા ઉદ્યોગપતિ, 'પદ્મ વિભૂષણ' શ્રી રતન ટાટાજીનું નિધન અત્યંત દુઃખદ છે. તેઓ ભારતીય ઉદ્યોગના મહાનનાયક હતા. તેમનું નિધન એ ઉદ્યોગ માટે અપુરતી ખોટ છે. તેમનું સમગ્ર જીવન દેશના ઔદ્યોગિક અને સામાજિક વિકાસ માટે સમર્પિત હતું. તેઓ ખરા અર્થમાં દેશના રત્ન હતા. ભગવાન શ્રી રામ દિવંગત પૂણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને પ્રશંસકોને આ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે.ઓમ શાંતિ!
રાજનાથ સિંહે X પર લખ્યું હતું કે , ' રતન ટાટાના નિધનથી હું દુઃખી છું. તેઓ ભારતીય ઉદ્યોગના એક એવા દિગ્ગજ હતા જેઓ આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
વડાપ્રધાન મોદીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, 'શ્રી રતન ટાટાજી એક દૂરદર્શી બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માણસ હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સારા બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.
બ્રેકગ્રાઉન્ડ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ અને ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને ઓટો ક્ષેત્રના દિગ્ગજ આનંદ મહિન્દ્રા સહિત ઘણા ઉદ્યોગપતિઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રતન ટાટાને યાદ કરતા લખ્યું - 'દેશનું અમૂલ્ય રત્ન ખોવાઈ ગયું'. રતન ટાટા ભારતનું ગૌરવ હતા, તેઓ હંમેશા આવનારી પેઢીના ઉદ્યોગપતિઓ માટે રોલ મોડેલ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -