નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાફેલ વિમાન સોદામાં મોદી સરકારને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની આગેવાનીવાળી બેંચે રાફેલ મામલે દાખલ કરવામાં આવેલી તમામ અરજી ફગાવી દીધી છે. કોર્ટે ફેંસલો વાંચતા અરજીકર્તાઓ દ્વાર સોદાની પ્રક્રિયામાં થયેલી ગડબડીની દલીલો ફગાવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એવું નથી લાગતું કે આ મામલે કોઇ એફઆઈઆર કે તપાસ થવી જોઈએ. હાલ આ મામલે એક કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે તેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. તેની સાથે જ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર દ્વારા સોગંધનામામાં થયેલી ભૂલનો પણ સ્વીકાર કર્યો છે.

રાફેલ વિમાન ડીલ મામલે કોર્ટના 2018ના આદેશ પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્ય લોકો તરફથી પુનર્વિચાર માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની પીઠે ફેંસલો સંભળાવ્યો છે.




પત્નીને બહાર હતું લફરું, એન્જિનિયર પતિને ખબર પડી તો ભર્યું આ ચોંકાવનારું પગલું

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ કરી જાહેર, આ દિગ્ગજ ખેલાડીઓને કરાયા બહાર