જર્મનીઃ  ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન જર્મનીએ લોકડાઉનને 18 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.


ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે, જર્મન વાઇસ ચાન્સેલર એન્જેલા મર્કેલે જર્મનીના 16 રાજ્યોના નેતાઓને કોવિડ-19 રોગચાળો સામે લડવા માટે કડક વલણ અપનાવવા કહ્યું છે. સંક્રમણમાં વધારા બાદ આ મહિનાની શરૂઆતથી ફરી ધબકતાં થયેલા અર્થતંત્રની ગાડી પાટા પર રાખવા જરૂરી સુધારા કરવાની સૂચના પણ આપી છે. જર્મનીએ તેના લોકડાઉનને 18 મી એપ્રિલ સુધી લંબાવ્યું છે અને કોરોનાની ચેઇન તોડવા ઇસ્ટર રજાઓ પર નાગરિકોને પાંચ દિવસ ઘરમાં જ રહેવા હાકલ કરી છે.



ફ્રાન્સમાં પણ લોકડાઉન


ફ્રાન્સના પીએમ જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના 16 રીજનમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન શુક્રવાર રાતથી ચાર સપ્તાહ સુધી લાગુ રહેશે. જોકે વિતેલા વર્ષના માર્ચ અને નવેમ્બરિની તુલનામાં આ વખતે લોકડાઉનમાં ઓછા પ્રતિબંધ લગાવવામાં આવશે. લોકડાઉન દરમિયાન સ્કૂલ અને યૂનિવર્સિટી ખુલા રહેશે. તમામ જરૂરી સામાનની દુકાનો પણ ખુલી રહેશે. તેની સાથે જ હવે બુક શોપ અને મ્યુઝિક શોપ પણ ખુલા રહેશે.


નવી ગાઈડલાઈન અનુસાર, લોકોને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને માત્ર ‘એપ્રૂવલ સર્ટિફિકેટ’ મળ્યા બાદ જ બહાર જવા અથવા એક્સરસાઈઝ કરવાની મંજૂરી આપવામાં આવશે. એ પણ પોતાના ઘરથી 10 કિલોમીટરથી વધારે દૂર નહીં જઈ શકાય. નવી ગાઈડલાઈન લાગુ થયા બાદ નાઈટ કર્ફ્યુમાં હાલનો સમય સાંજના 6 કલાકથી વધારીને સાંજે 7 કલાક સુધી કરવામાં આવશે.


Ahmedabad Coronavirus Case: અમદાવાદમાં કોરોનાનું તાંડવ, અઠવાડિયામાં કેસમાં થયો તોતિંગ વધારો


Petrol Diesel Price Hike: પેટ્રોલના ભાવવધારાથી મોદી સરકારને બખ્ખા, છલકાઈ તીજોરી, જાણો એક લિટર પર કેટલો ટેક્સ ચૂકવે છે લોકો


Ahmedabad Corona Cases: અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, સતત ત્રીજા દિવસે 400થી વધુ કેસ નોંધાતા ફફડાટ