કોરોનાની મહામારીમાં હાલ મ્યુકોરમાઇકોસિસે પણ ચિંતા વધારી છે. કોવિડથી સાજા થયેલા ડાયાબિટીસના અને કીડનીના દર્દીઓમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. જો કે બધામાં એક વસ્તુ બીજી પણ સામે આવી છે જો ઓક્સિજનના સાધનો સ્ટરીલાઇઝ ન કર્યું હોય તો પણ મ્યુકોરક્રાસિસનું જોખમ વધી જાય છે. કેવી રીતે જાણીએ


કોવિડની મહામારીમાં વઘતા જતાં કેસ બાદ હવે સાજા થયેલા દર્દીમાં જોવા મળતો બ્લેક ફંગસનો રોગ મ્યુકોરમાઇક્રોસિસે ચિંતા વધારી છે. ડાયબિટીશ અને કિડનીના કોવિડના દર્દીઓ સિવાય જેમને વધુ સમય ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હોય તેમનામાં પણ આ સમસ્યા જોવા મળે છે. તેનું કારણ શું છે જાણીએ...


ઓક્સિજનનાં સાધનો યોગ્ય સ્ટરીલાઇઝ ન થયા હોય તો મ્યુકરમાયકોસિસનું જોખમ


ઓક્સિજનના સાધનો જેવા કે, ઓક્સિજન માસ્ક, હ્યુમિડિટીફાયરને યોગ્ય રીતે સ્ટેરીલાઇઝ ન કરાયા હોય તો પણ દર્દીને મ્યુકોરમાઇકોસિસ થઇ શકે છે.  ઓક્સિજનના પાઇપમાં ભેજના કારણે ફુગ થાય છે. આ ફુગ નાકમાં પ્રવેશે છે, જે મ્યુકોમાઇકોસિસની બીમારીને જન્મ આપે છે. ઓક્સિજના સાધનો સ્ટરીલાઇઝન ન થયા હોય તેવી સ્થિતિમાં આ સાધનોમાં રહેલી ફુગ  આંખ, નાક, મગજ અને ફેફસાંમાં ફેલાય છે.


મ્યુકોરમાઇકોસીસ થવાના અન્ય  કારણો પર નજર કરીએ તો કોવિડમાં હાઇ ડોઝ આપવાના કારણે દર્દીની ઇમ્યુનિટી લો થઇ જાય છે. આ સ્થિતિમાં મ્યુકોરમાઇકોસિસની બીમારી થઇ થઇ શકે છે. ઉપરાંત ડાયબીટીશ અને કિડનીના દર્દીની પહેલાથી ઇમ્યુનિટી ડાઉન હોય છે ઉપરથી કોવિડની સારવારમાં અપાયેલા સ્ટીરોઇડના હાઇ ડોઝના કારણે ઇમ્યુનિટી લો થઇ જાય છે. આ સ્થિતિમા બ્લેક ફંગસની આ બીમારી શરીર પર હાવિ થઇ જાય છે. કૃત્રિમ ઓક્સિજન પણ તેનું કારણ બની શકે છે. કઇ રીતે જાણીએ.


જો કોવિડની દર્દીને સારવાર આપતી વખતે ઓક્સિજનનાં સાધનો યોગ્ય સ્ટરીલાઇઝ થાય તો મ્યુકોરમાઇકોસિસની શક્યતા ઘટી શકે છે.