નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ચૂંટણીના નિયમોમાં બદલાવ કર્યો છે. જેનો હવે વિરોધ વધી રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો બાદ હવે જેડીયુએ પણ વિરોધ કર્યો છે.
રાષ્ટ્રીય જનતા દળે આ બદલાવનો વિરોધ કરતાં ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. આ બદલાવ સૌથી પહેલા બિહારમાં જ લાગુ થવાનો છે. ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની સંભાવના છે. પાર્ટીના સાંસદ મનોજ ઝાએ ચૂંટણી પંચન પત્ર લખીને આ બદલાવને વાપસ લેવા અને તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરવાની માંગ કરી છે.
મનોજ ઝાએ લખ્યું કે, આ બદલાવનો સીધો ફાયદો સત્તારૂઢ ગઢબંધનને થશે. કારણકે તંત્ર તેમના હાથમાં રહે છે. આ બદલાવની ચૂંટણી વ્યવસ્થા પર દૂરોગામી અસર પડવાની છે તેથી તેના પર પહેલા તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત થવી જોઈએ.
તેમણે આયોગના આ ફેંસલાને ઉતાવળે લેવામાં આવેલો નિર્ણય ગણાવ્યો છે. ચૂંટણી આવતા સુધીમાં પરિસ્થિતિ બદલી શકાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત લૉકડાઉનની શરતોમાં ઢીલ આપી રહી હોવાનું પણ તેમણે પત્રમાં લખ્યું છે.
ચૂંટણી પંચે મતદાનના નિયમમાં ફેરફાર કરતાં 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને પોસ્ટલ બેલેટ એટલે કે ઘરે બેઠા મતદાનની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સુવિધા કોરોના પોઝિટિવાના દર્દીઓ કે ક્વોરન્ટાઈન થયેલા લોકોને પણ આપવામાં આવશે. અત્યાર સુધી પોસ્ટલ બેલેની સુવિધા ચૂંટણી કામમાં કે દેશની રક્ષામાં લાગેલા જવાનોને આપવામાં આવતી હતી.
કાનપુર કાંડઃ વિકાસ દુબેના ઘરમાંથી મળી બોંબ સહિતની આ વિસ્ફોટક વસ્તુઓ, જાણો વિગતે
મતદાનના નિયમમાં બદલાવનો RJD એ કર્યો વિરોધ, ચૂંટણી પંચને ફેંસલો પરત લેવાની કરી માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2020 05:05 PM (IST)
ચૂંટણી પંચે મતદાનના નિયમમાં ફેરફાર કરતાં 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને પોસ્ટલ બેલેટ એટલે કે ઘરે બેઠા મતદાનની સુવિધા આપવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -