નવી દિલ્હી: ગુરુગ્રામ જમીન મામલામાં રોબર્ડ વાડ્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયા બાદ તેમણે પ્રથમ પ્રતિક્રિયા છે. રૉબર્ટ વાડ્રાએ કહ્યું કે ચૂંટણીની મૌસમ છે અને તેલના કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દશકો જૂના મુદ્દાને બીજી વાર ઉઠાવી લોકોને અસલી મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એમાં નવું શું છે.

ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામ જમીન કૌભાંડ મામલે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રૉબર્ટ વાડ્રા વિરુદ્ધ પહેલી એફઆઈઆર દાખલ થઈ છે. એફઆઈઆરમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહે હૂડાનું પણ નામ છે. ગુરુગ્રામમાં જમીન કૌભાંડના આરોપમાં વાડ્રા વિરુદ્ધ પહેલીવાર કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુગ્રામના શિકોહપુર ગામમાં સ્કાઈલાઈટ કંપનીએ 2008માં ડીએલએફથી લોન લઈને 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી અને જમીનનો લેન્ડ યૂઝ બદલાયા બાદ 58 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. આ ડીલ વખતે સ્કાઈલાઈટ કંપનીમાં રોબર્ટ વાડ્રા ડાયરેક્ટર હતા.