Supreme Court: સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ગુરુવારે સહારા જૂથને 15 દિવસની સમયમર્યાદામાં એસ્ક્રો એકાઉન્ટમાં 1,000 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં કોર્ટે ગ્રુપની મુંબઈમાં તેની વર્સોવા જમીનના વિકાસ માટે સંયુક્ત સાહસમાં પ્રવેશવાની દરખાસ્તને લીલીઝંડી આપી હતી જેનો હેતુ 10,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે.


એસ્ક્રો એકાઉન્ટ એ એક એવું એકાઉન્ટ છે જેમાં ભંડોળ બે અથવા વધુ પક્ષો દ્વારા ટ્રસ્ટમાં રાખવામાં આવે છે. આનો અર્થ એ છે કે વિશ્વસનીય તૃતીય પક્ષ ભંડોળને સુરક્ષિત રાખશે.


ન્યાયાધીશે આ કહ્યું


સર્વોચ્ચ અદાલતના 2012ના આદેશના પાલનમાં રોકાણકારોને નાણાં પરત કરવા માટે સેબી-સહારા રિફંડ ખાતામાં 10 હજાર કરોડ રૂપિયાની રકમ જમા કરાવવાની છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, એમએમ સુંદરેશ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે જો 15 દિવસની અંદર સંયુક્ત સાહસ કરાર કોર્ટમાં દાખલ કરવામાં નહીં આવે તો તે વર્સોવામાં 'જેમ છે તેમ જ'ના આધારે 1.21 કરોડ ચોરસ ફૂટ જમીન વેચશે.


એક મહિના પછી વધુ સુનાવણી


ખંડપીઠે કહ્યું કે તૃતીય પક્ષ દ્વારા જમા કરવામાં આવનાર 1,000 કરોડ રૂપિયાને એસ્ક્રો એકાઉન્ટમાં રાખવામાં આવશે. જો અદાલત દ્વારા (સંયુક્ત સાહસ કરાર માટે) મંજૂરી નહી આપવામાં આવે તો રકમ તૃતીય પક્ષને પરત કરવામાં આવશે. કોર્ટ એક મહિના પછી આ કેસની વધુ સુનાવણી કરશે.


સહારા ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મંગળવારે સુનાવણી દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે રોકાણકારોના નાણાં પરત કરવા માટે સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં આશરે 10,000 કરોડ રૂપિયા જમા કરવા માટે સહારા ગ્રુપને તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી.


1 ઓગસ્ટ, 2012ના રોજ સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે સહારા જૂથની કંપનીઓ - SIRECL અને SHICL રોકાણકારો પાસેથી જમા કરાયેલી રકમ SEBIને 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે સેબીને પરત કરશે. આ વ્યાજ થાપણની તારીખથી ચુકવણીની તારીખ સુધી ચૂકવવાપાત્ર રહેશે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે સહારા ગ્રુપ દ્વારા કોર્ટના નિર્દેશ મુજબ રકમ જમા ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી.     


સહારા ગ્રુપને લઇને મોટા અપડેટ, 10,000 કરોડ રૂપિયા જમા કરવાને લઇને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ