નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે સહારા સુપ્રીમો સુબ્રત રૉયને મોટી રાહત આપી છે. કોર્ટે સુબ્રત રૉયની કામચલાઉ જામીન 6 ફેબ્રુઆરી 2017 સુધી વધારી દીધી છે. સાથે કોર્ટે સુબ્રત રૉયને 6 ફેબ્રુઆરી પહેલા 600 કરોડ રૂપિયા જમા કરાવવા માટે આદેશ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે, સુબ્રત રૉયે માના નિધન પછી અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે પેરોલ માંગ્યા હતા. તેના પછી તે સતત જેલની બહાર છે. તેના પહેલા સુ્પ્રીમ કોર્ટે સુબ્રત રૉયની કામચલાઉ જામીનને 28 નવેમ્બર સુધી વધારવામાં આવી હતી. કોર્ટે ગત સૂનવણીમાં સહારા સમૂહને રોકાણકારોના પૈસા પાછા આપવા માટે યોગ્ય શેડ્યુઅલ આપવા માટે કહ્યું હતું.
સહારા પ્રમુખ સુબ્રત રૉય રોકાણકારોને 24 હજાર કરોડ રૂપિયા ન ચૂકવવાના આરોપમાં સુબ્રત રૉય સહારા 4 માર્ચ 2014થી દિલ્લીની તિહાડ જેલમાં બંધ છે. સહારા તરફથી રોકાણકારોની રકમ પાછી આપવાના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટ નકારી ચૂક્યું છે.