નવી દિલ્હીઃ વિતેલા ઘણાં દિવસોથી સોશિયલ મીડિયા પર લોકો એક પોસ્ટ ખૂબ શેર કરી રહ્યા છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓને 11 હજાર રૂપિયા આપશે, જેમાંથી તેઓ પોતાની ફી ભરી શકે.

આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.

એટલું જ નહીં આ પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેના પર ક્લિક કરીને ડિટેલ્સ ભરવાની છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ હવે સરકાર તરફથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.


સરકાર તરફથી PIB Factએ દાવો કર્યો છે કે આ વેબસાઈટ નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

એટલું જ નહીં, પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે, આ પોસ્ટ પર આપવામાં આવેલ કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને કોઈ પણ વ્યક્તિગત જાણકારી કોઈ સાથે શેર ન કરવી.