Bilawal Bhutto Zardari News: પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી SCOના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા શુક્રવારના રોજ ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અહીં અમારા માટે આતિથ્યની કોઈ કમી નથી રહી. હાથ મિલાવ્યાની તસવીર કેમ ના આપી તે તેમને જ પુછી લો, તેમ બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું હતું. બિલાવલ ભુટ્ટોએ ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમવાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કાશ્મીર રાગ પણ આલાપ્યો હતો.


પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતમાં તેમના સ્વાગત અને અનુંભવને લઈને કહ્યું હતું કે, આયોજનમાં જે રીતે અન્ય વિદેશ મંત્રીઓ સાથે વ્યવહાર કરવામાં આવ્યો તેવો જ વ્યવહાર અમારી સાથે પણ કરવામાં આવ્યો. સિંધમાં પણ આ પ્રકારે જ સ્વાગત કરવામાં આવે છે.


ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કોન્ફરન્સ સ્થળ પર બિલાવલ ભુટ્ટો, ચીનના ચિન કાંગ અને અન્ય વિદેશ મંત્રીઓનું અભિવાદન હાથ મિલાવીને નહિ પણ નમસ્તેથી કર્યું હતું. બિલાવલ ભુટ્ટોએ વધુમાં કહ્યું હતું કે, કાશ્મીરમાં G20નું આયોજન ભારતનું ગૌરવ દર્શાવે છે. એ પણ દર્શાવે છે કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય નિયમો અને સુરક્ષા પરિષદના ઠરાવો તેમને બાયપાસ કરીને આગળ વધી રહ્યા છે.


"આતંકવાદ સાથે મળીને લડવો જોઈએ"


તેમણે કહ્યું હતું કે, SCOની અધ્યક્ષતા વર્ષ 2026માં પાકિસ્તાન પાસે છે. અમે નથી ઈચ્છતા કે, પાકિસ્તાન કે ભારત આતંકવાદનો શિકાર બને. અમે આતંકવાદ સામે એટલા માટે નથી લડી રહ્યા કારણ કે ભારતે અમને કહ્યું છે, પરંતુ એટલે લડી રહ્યાં છીએ કે, અમે પણ આતંકવાદના હાથે એક મોટી વસ્તી ગુમાવી છે. પરંતુ આતંકવાદ સામે સાથે મળીને લડવાની જરૂર છે. આ લડાઈ માત્ર નિવેદનો સુધી મર્યાદિત ન હોવી જોઈએ.


ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ મોકલશે?


ભારતમાં 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના દેશની ક્રિકેટ ટીમને મોકલવા પર પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આશા છે કે, અમે એવી સ્થિતિમાં નથી કે, રમતને નુકસાન સહન કરવું પડે. રમતગમત અને રાજકારણને એકસાથે ના ભેળવવા જોઈએ. ભારતે આવી ક્ષુદ્રતાનો આશરો ના લેવો જોઈએ અને રમતગમતને બંધક ના બનાવવી જોઈએ. મેં પ્રયત્ન કર્યો છે.