નવી દિલ્હી: ગૂગલ પોતાના યૂઝર્સ માટે છેલ્લા 15 મિનિટમાં સર્ચ કરેલી હિસ્ટ્રીને તાત્કાલિક હટાવવા માટે નવી સુવિધા લઈને આવી રહ્યું છે. જેને યૂઝર્સની પ્રાઈવેસીની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
યૂઝર્સને પોતાના ડેટા પર વધારે નિયંત્રણ રાખવાની સુવિધા આપનાર ગૂગલ બીજી ટેક કંપની બની ગઈ છે. જાન્યુઆરી 2020માં ફેસબૂકે જાહેરાત કરી હતી કે દુનિયાભરમાં તેમના યૂઝર્સ પાસે હવે એક ક્લિકમાં કામ કરતું 'ક્લિયર હિસ્ટ્રી' નામનું બટન હશે.
પ્રાઈવેસી સંબંધી ફીચર વધારવાની દિશામાં આગળ વધવાની એક કારણ એ પણ છે કે ગૂગલ અને ફેસબૂક જેવી ટેક કપંનીઓ પર યૂઝર્સની પ્રાઈવેસીને લઈને ઘણી વખત તપાસનો સામનો કરવો પડ્યો છે અને ઉપયોગકર્તા અને નિયામકો તરફથી તેમની પ્રાઈવેસી માટે યોગ્ય પગલા ભરવા માટે દબાણ પણ કરાયું છે.
ગૂગલે ડેવલપર્સ માટે પોતાની વાર્ષિક ગૂગલ આઈસો કૉન્ફરન્સમાં 'ક્વિક-ડિલીટ' સર્ચ હિસ્ટ્રી ફીચરની જાહેરાત કરી
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ગૂગલના વરિષ્ઠ ઉપાધ્યાક્ષ જેન ફિટ્ઝપૈટ્રિકે વર્ચ્યૂલ ઈવેન્ટમાં કહ્યું, 'અમે તમારી પ્રાઈવેટ જાણકારી ક્યારેક કોઈને નથી વેચતા.'
પોતાની ગૂગલ સર્ચ હિસ્ટ્રીને ક્વિક ડિલીટ કઈ રીતે કરશો ?
તમારી હાલની ગૂગલ સર્ચ હિસ્ટ્રીને બસ બે સ્ટેપમાં ક્વિક ડિલીટ કરી શકાય છે. બસ તેના માટે તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોવું જોઈએ.
સ્ટેપ 1- ગૂગલ એકાઉન્ટ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરો. એક ડ્રોપ-ડાઉન મેનૂ જોવા મળશે.
સ્ટેપ 2- 'ડિલીટ લાસ્ટ 15 મિનિટ' પર ક્લિક કરો અને બસ તમારી સૌથી છેલ્લી હિસ્ટ્રી ગાયબ થઈ જશે.
બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ ગૂગલ ઈવેન્ટમાં પ્રાઈવેસી રિલેટેડ અન્ય સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી અને જેમાં પાસવર્ડ સુરક્ષા અને એન્ડ્રોઈડ ઉપકરણો માટે ડેટા ઉપયોગ મંજૂરી સાથે જોડાયેલા ટૂલ સામેલ છે.
ફિટ્ઝપૈટ્રિકે જણાવ્યું હતું કે 'બીજું કોઈ આ પ્રકારની તકનીકી રીતે મજબૂત અને ચકાસી શકાય તેવી ગોપનીયતા સુવિધાઓ પ્રદાન નથી કરતું.'
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજી એક વિશાળ ટેક કંપની એપલે પોતાના આઈફોનને ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની તૂલનામાં વધુ સુરક્ષિત ડિવાઇસ તરીકે સ્થાપિત કરવામાં 'વર્ષો' લીધા છે.
યૂઝર્સ પ્રાઈવેસી માટે ટેક કંપનીઓ પહેલા પણ પગલા ભરી ચૂકી છે
મે 2019 માં, ગૂગલે વપરાશકર્તાઓની પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે ગુગલ સર્ચ ફંક્શનમાં ડેટા કંટ્રોલ માટે ઘણી સુવિધાઓ ઉમેરી હતી. જો કે, ઘણા વપરાશકર્તાઓ તેમના નિયંત્રણ કરવાની સુવિધાને જાણતા નહી હોય પરંતુ હિસ્ટ્રીને હટાવવી યૂઝર્સની પ્રાઈવેસી સુરક્ષિત કરવાનો વધુ અસરકારક હશે.
2019 માં પ્રાઈવેસી ફીચર્સની શરૂઆત કરતા ગૂગલે એક બ્લોગમાં કહ્યું હતું, 'તમને તમારા ગૂગલ એકાઉન્ટમાં લોકેશન હિસ્ટ્રી અને વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિઓને સરળતાથી ચાલુ / બંધ કરવાની સુવિધા મળેલી છે અને જો તમે ઇચ્છો તો તમામ ડેટા મેન્યુઅલી ડિલીટ પણ કરી શકો છો. આ વિકલ્પો ઉપરાંત, અમે ઓટો-ડિલીટની જાહેરાત કરી રહ્યાં છીએ જે તમારા ડેટાને સંચાલિત કરવાનું વધુ સરળ બનાવે છે. '
બ્લોગમાં કહેવામાં આવ્યું હતું, 'ઓટો ડિલીટ કંટ્રોલની સાથે યૂઝર્સ એક સમય પસંદ કરી શકે છે તે પોતાના કેટલા સમય સુધીની ગતિવિધિઓ સાથે જોડાયેલો ડેટા ગૂગલ દ્વારા કેટલા સમય સુધી રાખવા માંગે છે. તે સમયગાળા પહેલાંનો કોઈપણ ડેટા આપમેળે તમારા એકાઉન્ટમાંથી હટી જશે. '
ઓટો-ડિલીટ કંટ્રોલ લોકેશન હિસ્ટ્રી અને વેબ અને એપ ગતિવિધિ સંબંધિત યૂઝર્સ ડેટાને હટાવવા માટે લાગૂ હતું.
જાન્યુઆરી 2020 માં, ફેસબુક પ્રમુખ માર્ક ઝુકરબર્ગે ' દશકની શરૂઆત તમને તમારી પ્રાઈવેસી પર અને નિયંત્રણની સાથે' શીર્ષકથી લખવામાં આવેલા એક બ્લોગમાં યૂઝર્સ હિસ્ટ્રી ડિલીટ કરવાના કેટલાક ઉપાય જણાવ્યા હતા.
ઝુકરબર્ગે બ્લોગમાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં તમામ યૂઝર્સ માટે 'ઓફ ફેસબુક એક્ટિવિટી' નામનું એક ટૂલ ઉપલબ્ધ હશે. પહેલા આ ટૂલ ફક્ત આયર્લેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્પેન જેવા પસંદગીના દેશોમાં ઉપલબ્ધ હતું.
ઝુકરબર્ગે કહ્યું હતું, 'અન્ય વ્યવસાયો અમને પોતાની સાઇટ્સ પર તમારી ગતિવિધિઓ વિશેની માહિતી મોકલે છે અને અમે તે માહિતીનો ઉપયોગ તમારા માટે યોગ્ય જાહેરાતો બતાવવા માટે કરીએ છીએ.'
તેમણે વધુમાં કહ્યું કે, પરંતુ હવે ઓફ ફેસબુક એક્ટિવિટી ટૂલ સાથે ' તમે એ જાણકારીની સમરી જોઈ શકો છો અને જો તમે ઈચ્છો તો તેને પોતાના એકાઉન્ટમાંથી હટાવી શકો છો.
જ્યારે આ ટૂલને સૌ પ્રથમ 2019 માં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ફેસબુકએ કહ્યું હતું , 'જો તમે તમારી ફેસબુક એક્ટિવિટીને ડિલીટ કરો છો તો અમે તમારી ઓળખ સંબંધી જાણકારી એ ડેટામાંથી હટાવી દેશું જેનો ઉપયોગ એપ અને વેબસાઈટ અમને મોકલવા માટે કરે છે. અમે એ નહી જાણી શકીએ કે તમે કઈ વેબસાઈટ ખોલી અથવા તમે ત્યાં શું જોયુ અમે તમારા તરફથી ડિસ્કનેક્ટ કરવામાં આવેલા કોઈપણ ડેટાનો ઉપયોગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા મેસેન્જર પર જાહેરખબર દર્શાવવા માટે નહી કરીએ.