શ્રીનગર: પાકિસ્તાની સેનાએ મંગળવારે સતત ત્રીજા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. રાજોરી, તંગધાર અને કુપવાડામાં પાકિસ્તાની રેન્જર્સે સિઝફાયરનો ભંગ કર્યો હતો. રાજોરીના સુંદરબની સેક્ટરમાં થયેલા ફાયરિંગમાં એક ભારતીય સેનાનો જવાન શહીદ થઈ ગયો હતો. જ્યારે બે નાગરિક ઘાયલ થયા હતા. ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનના બે જવાનોને ઠાર કર્યા હતા. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ચોકીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. બન્ને તરફથી થઈ રહેલા સતત ગોળીબારના કારણે તંગધારમાં સરહદી વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે અને સ્કૂલ બંધ કરવામાં આવી છે.


આ પહેલા સોમવારે પાકિસ્તાન તરફથી એલઓસી પાસે કરેલા ગોળીબારી કરી હતી. પોલીસે કહ્યું હતું કે રવિવારે રાત્રે શાહપુર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર દાગવામાં આવ્યા હતા. જેમાં બે નાગરિક ઘાયલ થયા હતા.