તેલંગાણાના 6 લોકોના કોરોના વાયરસથી મોત બાદ નિઝામુદ્દીન મરકઝમાં રોકાયેલા તમામ લોકોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે અને મામલાની તપાસ દિલ્હી ક્રાઇમ બ્રાંચ કરશે.
મરકઝમાં સામેલ વિદેશી નાગરિકો ક્યાં રોકાયા હતા ?
હવે આ મામલે હવે નવો ખુલાસો થયો છે. જાણકારી મુજબ, અહીંયા બહાર કાઢવામાં આવેલા વિદેશી નાગરિકોમાંથી 157 લોકોએ દિલ્હીની 16 મસ્જિદોમાં આશરો લીધો હતો. સંક્રમણને વધતું અટકાવી શકાય તે માટે સરકાર હવે આ મસ્જિદની ઓળખ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશલ બ્રાંચ આ 16 મસ્જિદોનું લિસ્ટ બહાર પાડ્યું છે.
કઈ-કઈ મસ્જિદમાં રોકાયા હતા વિદેશી નાગરિકો
(1)મક્કા-મદીના મસ્જિદ-ભલસ્વા ડેયરી (2) ફાતિમા મસ્જિદ-પ્રહલાદપુર પુલ (3) મેવાતી મસ્જિદ-પ્રહલાદપુર પુલ (4) કીકરવાલી મસ્જિદ-ચાંદની મહર (5) છોટી મસ્જિદ-પટોડી હાઉસ (6) પઠાનવાલી મસ્જિદ-ચાંદની મહલ (7)હૌજ સુઈ વાલાન મસ્જિદ-ચાંદની મસ્જિદ (8) છોટી મસ્જિદ-તુર્કમાન ગેટ (9) જામા મસ્જિદ-વઝીરાબાદ (10) બડી મસ્જિદ-માલવીય નગર (11) જહાંપનાહ મસ્જિદ-માલવીયનગર (12)વાહિદ મસ્જિદ-શાસ્ત્રી પાર્ક (13) રશીદિયા મસ્જિદ-શાસ્ત્રી પાર્ક (14) ખજૂરવાલી મસ્જિદ-વેલકમ (15) ગોલ બાગ વાળી મસ્જિદ-વેલકમ (16) મેરાજ મસ્જિદ-જનતા કોલોની.
તબલીગી જમાતની શું છે કામગીરી ?
તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.
તબલીગી-એ-જમાત વર્ષો જૂની મુસ્લિમ સંસ્થા છે. જેનું હેડ ક્વાર્ટર દિલ્હીના નિઝામુદ્દીનમાં છે. અહીંયા દેશ-વિદેશમાં લોકો વર્ષભર આવતા રહે છે.